Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાતમાં કોરોનાના વધ્યા કેસ, આજે વધુ 3ને કોરોના ભરખી ગયો, જાણો ક્યાં કેટલા કેસ

09:12 PM Apr 19, 2023 | Vipul Pandya

છેલ્લાં બે મહિનાથી  રાજ્યમાં પ્રતિદિન કોરોના કેસમાં  વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 947 કેસ નોંધાયા છે. ગુજરાતમાં હાલમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. અત્યાર સુધીમાં રાજ્યમાં  એક્ટિવ દર્દીઓની સંખ્યા  5992 એક્ટિવ કેસ છે. જેમાંથી 22 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5970 દર્દીઓની હાલત સ્ટેબલ છે.  બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,42,561 દર્દીઓ  સાજા થઇ ચુક્યા છે. ચિંતાની બાબતએ છે કે રાજ્યમાં કોરોનાથી આજે ત્રણ દર્દીઓના મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.65 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં હાલ 5992 એક્ટિવ કેસ
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5992 એક્ટિવ કેસ છે. જેમાંથી 22 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5970 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,42,561 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,975 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જાણો ક્યા કેટલા કેસ નોંધાયા
આજે નવા નોંધાયેલા કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સૌથી વધુ 305 કેસ નોંધાયા છે, જ્યારે એક દર્દીનું મોત થયું છે. વડોદરા કોર્પોરેશનમાં 106, મહેસાણા 89, રાજકોટ કોર્પોરેશન 63, સુરત 39, વડોદરા 34, કચ્છ 32, અમરેલી 31, સુરત કોર્પોરેશન 27, ગાંધીનગર કોર્પોરેશન 20, રાજકોટ 20, બનાસકાંઠા 19, ભરૂચ 15, નવસારી 15, ભાવનગર કોર્પોરેશન 12, ગાંધીનગર 12, જામનગર કોર્પોરેશન 12, સાબરકાંઠા 12, વલસાડ 11, અમદાવાદ 10, પોરબંદર 10 એમ કુલ 947 કેસ નોંધાયા છે.
 
38942 લોકોને પ્રિ-કોશન ડોઝ આપવામાં આવ્યા
જો રસીકરણની મોરચે પણ ગુજરાત આગળ છે. સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3,83,954 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1812 ને રસીનો પ્રથમ અને 6665 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 211 ને રસીનો પ્રથમ અને 2065 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 38942 લોકોને પ્રિ-કોશન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 2281 ને રસીનો પ્રથમ અને 4018ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 327960 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,82,48,261 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.