Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સોનિયા ગાંધી હજુ પણ કોરોનાના ભરડામાં, ED પાસે માંગ્યો ત્રણ અઠવાડિયાનો સમય

05:47 PM Apr 26, 2023 | Vipul Pandya

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે. તેમનો લેટેસ્ટ કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કોરોના સંક્રમિત કોંગ્રેસ અધ્યક્ષનો રિપીટ ટેસ્ટ સમયસર કરવામાં આવશે, પરંતુ ત્યાં સુધી ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આ મહિને કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કોરોના સંક્રમિત થતા પહેલા સોનિયા ગાંધીએ મે મહિનામાં રાજસ્થાનના ઉદયપુરમાં આયોજિત પાર્ટીના ચિંતન શિબિરમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી સિવાય પાર્ટીના લગભગ તમામ મોટા નેતાઓએ ભાગ લીધો હતો.
સૂત્રોનું માનીએ તો, કોરોના સંક્રમિત સોનિયા ગાંધીએ નેશનલ હેરાલ્ડ કેસમાં ED સમક્ષ હાજર થવા માટે ત્રણ અઠવાડિયાનો સમય માંગ્યો છે. જો કે હજુ સુધી ED તરફથી કોઈ જવાબ આવ્યો નથી. EDએ સોનિયા ગાંધીને 8મી જૂને હાજર થવા નોટિસ મોકલી હતી. કોંગ્રેસે બુધવારે કહ્યું કે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થશે કારણ કે તેમની પાસે છુપાવવા માટે કંઈ નથી. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને કથિત મની લોન્ડરિંગના સમાન કેસમાં ED દ્વારા 13 જૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. EDએ અગાઉ રાહુલ ગાંધીને 2 જૂને હાજર થવા કહ્યું હતું, પરંતુ તેમણે દેશની બહાર હોવાનું કહીને હાજર થવા માટે બીજી કોઈ તારીખ માટે વિનંતી કરી હતી. રાહુલ ગાંધી ગયા અઠવાડિયે જ ભારત પરત ફર્યા હતા.