- કોંગ્રેસની ન્યાય યાત્રા પર BJP નેતા ભરત બોઘરાના પ્રહાર
- પીડિતોનાં ખભે હાથ રાખીને કોંગ્રેસ રાજનીતિ કરે છે : ભરત બોઘરા
- કોંગ્રેસ રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે : ભરત બોઘરા
મોરબીથી (Morbi) આજે કોંગ્રેસની ન્યાય યાત્રાની (Congress Nyay Yatra) શરૂઆત થઈ છે. આ ન્યાય યાત્રામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ (Shakti Singh Gohil), અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી (Jignesh Mevani) સહિત અન્ય નેતાઓ, કોંગ્રેસ અગ્રણીઓ અને વિવિધ દુર્ઘટનાનાં પીડિત પરિવારો સામેલ થયા છે. જો કે, કોંગ્રેસની આ ન્યાય યાત્રાને લઈ ભાજપે (Bjp) આકરા પ્રહાર કર્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ (Bharat Boghra) પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસ પર શાંતિ ડહોળવાનો આરોપ લગાવ્યો હતો.
BJP નેતાનો કોંગ્રેસ પર આકરા પ્રહાર
કોંગ્રેસની ન્યાય યાત્રા (Congress Nyay Yatra) મામલે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ (Bharat Boghra) કહ્યું કે, કોંગ્રેસ (Congress) પોલિટિકલ બેનિફિટ લેવા માટે આવ ન્યાય યાત્રા કરી રહી છે. પરંતુ, છેલ્લા 28 વર્ષથી ગુજરાતનાં લોકોનાં આશીર્વાદથી ભાજપની સરકાર શાસન કરી રહી છે. તેમણે આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસનાં શાસનમાં તો ગામો પણ ગુંડાઓનાં નામથી ઓળખાતા હતા. પીડિતોનાં ખભે હાથ રાખીને કોંગ્રેસ પોતાની રાજનીતિ કરવા નીકળી છે. આ સાથે ભરત બોધરાએ કોંગ્રેસ પર શાંતિ ડહોળવાનો આરોપ લગાવ્યો હતો.
– કોંગ્રેસની ન્યાય યાત્રાને લઈને ભરત બોઘરાના વાર
– પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના આકરા પ્રહાર
– કોંગ્રેસ રાજકીય લાભ લેવા માટે યાત્રા કરી : ભરત બોઘરા
– પીડિતોનાં ખભે હાથ રાખીને કોંગ્રેસ રાજનીતિ કરે છે : ભરત બોઘરા
– કોંગ્રેસ રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે : ભરત બોઘરા…— Gujarat First (@GujaratFirst) August 9, 2024
આ પણ વાંચો – Congress Nyay Yatra : આજે મોરબીથી શરૂઆત, Gujarat First ની પીડિત પરિવારો સાથે ખાસ વાતચીત
કોંગ્રેસ કયાં મોઢે ભ્રષ્ટાચારની વાત કરે છે ? : ભરત બોઘરા
ભ્રષ્ટાચારનાં ઘડા મામલે ભરત બોઘરાએ કહ્યું કે, કોંગ્રેસ કયાં મોઢે ભ્રષ્ટાચારની વાત કરે છે ? સલમાન ખુર્શીદે (Salman Khurshid) ‘ભાગલા પાડો રાજ કરો’ પ્રકારનું નિવેદન આપ્યું હતું. ઈન્દિરા ગાંધીની (Indira Gandhi) સરકારે પોતાનું શાસન બચાવવા માટે અનેક રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું હતુ. આ ઉપરાંત, રાજકોટ (Rajkot) લોકમેળાને લઈને ભરતા બોઘરાએ કહ્યું કે, રાઇડ્સનાં નિયમમાં એક પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. જો કે, રાઇડ્સ સંચાલકો અને તંત્ર વચ્ચે યોગ્ય ઉકેલ આવે તે માટે પ્રયાસ કરીશું. તેમણે એમ પણ કહ્યું કે, આવતીકાલથી રાજકોટમાં તિરંગા યાત્રાનો (Triranga Yatra) પ્રારંભ થશે. તિરંગો આપણી આન-બાન અને શાનનું પ્રતીક છે. આવતીકાલે ગુજરાત સરકાર અને રાજકોટ કોર્પોરેશન (RMC) દ્વારા સયુંકત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવા આવશે.
આ પણ વાંચો – World Tribal Day : રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી, CM અને ગૃહરાજ્યમંત્રી વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
આવતીકાલથી રાજકોટમાં તિરંગા યાત્રાનો પ્રારંભ
ભરત બોઘરાએ વધુ માહિતી આપતા કહ્યું કે, તિરંગા યાત્રામાં BJP નાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને આરોગ્યમંત્રી જે.પી. નડ્ડા (J.P. Nadda), મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ (CR Patil), ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi), કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. બહુમાળી ચોક ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ થશે. આ યાત્રા રેસ્કોર્ષ રિંગ રોડ પરથી વળીને મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે પૂર્ણ થશે.
આ પણ વાંચો – Ek Pad Main Ke Naam : આજે ઈડરમાં 10 હજારથી વધુ સરગવાનાં છોડનું વાવેતર