Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોંગ્રેસે હરિયાણા ચૂંટણીને લઈને ગેરંટી પત્ર જારી કર્યો

03:57 PM Sep 18, 2024 |
  • હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગેરંટી પત્ર જારી કર્યો
  • દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી 
  • પરિવારોને 25 લાખ રૂપિયા સુધીની મેડિકલ સુવિધાઓનો લાભ
  • મહિલાઓને દર મહિને 2 હજાર રૂપિયાની રકમ

Haryana Assembly Election 2024 : હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી હવે ગણતરીનો સમય બાકી રહી ગયો છે ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ પૂરા જોરશોરથી તેની તૈયારીઓ કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ પાછળ દેખાતી નથી. કોંગ્રેસે હરિયાણા ચૂંટણી (Haryana Election) ને લઈને ગેરંટી પત્ર (Letter of Guarantee) જારી કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે પાર્ટીની 7 ગેરંટીઓની ગણાવી હતી.

કોંગ્રેસે હરિયાણામાં ‘ગેરંટી પત્ર’ જારી કર્યો

કોંગ્રેસે 7 ગેરંટીઓમાં દરેક પરિવારની સમૃદ્ધિનો દાવો કર્યો છે. દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. પરિવારોને 25 લાખ રૂપિયા સુધીની મેડિકલ સુવિધાઓનો લાભ મળશે. સાથે જ મહિલાઓને દર મહિને 2 હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે. સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવશે. વિધવા મહિલાઓ, વિકલાંગ અને વૃદ્ધોને દર મહિને 6,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. પાર્ટીએ બુધવારે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, હરિયાણાના પૂર્વ CM ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, પ્રદેશ અધ્યક્ષ ઉદયભાન, કેસી વેણુગોપાલ અને અજય માકને લોકો સમક્ષ પાર્ટીની ગેરંટી રજૂ કરી હતી. કોંગ્રેસે જાતિ ગણતરી ઉપરાંત પાકને થયેલા નુકસાન માટે તાત્કાલિક વળતરની પણ જાહેરાત કરી છે. કોંગ્રેસે કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS) પુનઃસ્થાપિત કરવાનું અને રાજ્યમાંથી નશાની લત દૂર કરવાનું વચન આપ્યું છે.

હરિયાણા માટે કોંગ્રેસની ગેરંટી

  • વરિષ્ઠ નાગરિકોને દર મહિને 6,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.
  • જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવામાં આવશે
  • 2 લાખ ખાલી સરકારી જગ્યાઓ વહેલી તકે ભરવામાં આવશે.
  • હરિયાણાને ડ્રગ ફ્રી બનાવાશે.
  • ચિરંજીવી યોજનાની જેમ 25 લાખ રૂપિયાની મફત સારવાર આપવામાં આવશે.
  • ગરીબ પરિવારોને દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે.
  • ગરીબ પરિવારોને 100 યાર્ડના પ્લોટ પણ આપવામાં આવશે.
  • ખેડૂતોને કાયદેસર MSPની ખાતરી પણ આપવામાં આવી છે.

ખડગેએ શું કહ્યું?

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘અમે 7 ગેરંટી જાહેર કરી રહ્યા છીએ, જે અમે હરિયાણામાં સરકાર બનાવ્યા પછી પૂરી કરીશું… અમે અમારા 7 વચનોને 7 ભાગમાં વહેંચ્યા છે. મહિલાઓને દર મહિને 2000 રૂપિયા આપવામાં આવશે. અમે ગેસ સિલિન્ડર માટે દર મહિને રૂ. 500 આપીશું… વૃદ્ધાવસ્થાના લોકો માટે પેન્શન, ખાસ દિવ્યાંગો માટે પેન્શન અને વિધવાઓને જૂની પેન્શન યોજના મુજબ પેન્શન સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે અને દરેક વર્ગને પેન્શનની રકમ તરીકે 6000 રૂપિયા મળશે… અમે યુવાનોને 2 લાખ કાયમી નોકરીઓ પણ આપીશું…” જણાવી દઈએ કે હરિયાણાની તમામ 90 સીટો માટે 5મી ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે અને પરિણામ 8મી ઓગસ્ટે આવશે.

ભાજપ આવતીકાલે રોહતકમાં પોતાનો મેનિફેસ્ટો જાહેર કરશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ આવતીકાલે રોહતકમાં પોતાનો મેનિફેસ્ટો જાહેર કરશે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા આવતીકાલે રોહતક પહોંચશે. તેમની સાથે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલી, રાજ્ય પ્રભારી ડૉ. સતીશ પુનિયા અને મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ ઓમપ્રકાશ ધનખર અને અન્ય નેતાઓ પણ હાજર રહેશે. ચૂંટણી ઢંઢેરાને લઈને ભાજપે એક કમિટીની રચના કરી હતી, જેણે લોકો પાસેથી સૂચનો પણ માંગ્યા હતા. વળી, કેન્દ્રીય નેતૃત્વએ મેનિફેસ્ટો તૈયાર કરવા પર વિશેષ ધ્યાન આપ્યું છે. ભાજપ છેલ્લા 10 વર્ષથી સત્તામાં છે, તેથી તે વિકાસના કામો અને યોગ્યતાના આધારે આપવામાં આવતી નોકરીઓના આધારે વોટ માંગે છે. ગત ચૂંટણી એટલે કે 2019ના ઢંઢેરામાં ભાજપે 258 વચનો આપીને દરેક વર્ગને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે હરિયાણામાં કોંગ્રેસ સામે કડક સ્પર્ધા છે.

આ પણ વાંચો:   Haryana Politics : રાહુલ ગાંધીનું સપનું તૂટ્યું, કોંગ્રેસ અને AAP વચ્ચેનું ગઠબંધન મુશ્કેલીમાં?