કોંગ્રેસ (Congress) દ્વારા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડવામાં આવી છે. કોંગ્રેસ (Congress)ની આ યાદીમાં 11 નામ સામેલ છે. વિરોધ બાદ કોંગ્રેસે (Congress) ગોડ્ડા સીટ પરથી પોતાનો ઉમેદવાર બદલ્યો છે. હવે ભાજપે સાંસદ નિશિકાંત દુબે સામે પ્રદીપ યાદવને મેદાનમાં ઉતાર્યા છે.
આંધ્રપ્રદેશ અને ઝારખંડ માટે ઉમેદવારો જાહેર કરાયા…
કોંગ્રેસ (Congress)ની નવી યાદીમાં આંધ્રપ્રદેશની 9 અને ઝારખંડની બે બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે (Congress) ઝારખંડની ગોડ્ડા સીટ પરથી પોતાનો ઉમેદવાર બદલ્યો, જ્યાં તેણે અગાઉ ધારાસભ્ય દીપિકા સિંહ પાંડેને નિશિકાંત દુબે સામે મેદાનમાં ઉતાર્યા હતા. દીપિકા પાંડેને લઈને કોંગ્રેસ (Congress)ના કાર્યકરોમાં ગુસ્સો હતો અને તેઓ ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યા હતા.
कांग्रेस ने आंध्र प्रदेश और झारखंड के लिए लोकसभा उम्मीदवारों की सूची जारी की।
कांग्रेस ने झारखंड के गोड्डा से दीपिका सिंह पांडे की जगह प्रदीप यादव को अपना उम्मीदवार घोषित किया है।#LokSabhaElections2024 pic.twitter.com/P9UwcYgsvQ
— ANI_HindiNews (@AHindinews) April 21, 2024
સાત તબક્કામાં મતદાન…
લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી મતદાન શરૂ થયું હતું. દેશભરમાં સાત તબક્કામાં મતદાન થશે અને પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે યોજાયું હતું, જ્યારે કુલ 543 બેઠકોમાંથી 102 બેઠકો પર 19 એપ્રિલે મતદાન થયું હતું.
આ પણ વાંચો : PM Modi : ‘મેદાન છોડનારા રાજસ્થાનથી રાજ્યસભામાં આવ્યા’, PM મોદીનો સોનિયા ગાંધી પર પ્રહાર!
આ પણ વાંચો : રાંચીમાં INDI Alliance ની રેલીમાં હંગામો, કાર્યકરો વચ્ચે ઘર્ષણ, એકબીજા પર ખુરશીઓ ફેંકી… Video
આ પણ વાંચો : Arvind Kejriwal : Sunita Kejriwal એ ભારત ગઠબંધનની રેલીમાં કહ્યું- જેલમાં અરવિંદને મારવાનું ષડયંત્ર છે…