Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

‘આરોગ્યમ પ્રબંધમ –ધ ન્યૂ એરા ઑફ હેલ્થકેર’વિષય પર જીટીયુ ખાતે કોન્કલેવ યોજાશે

07:38 PM Apr 22, 2023 | Vipul Pandya

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં, પરંતુ સમાજસેવા સહિતના અનેક ક્ષેત્રેમાં પણ પોતાનું યોગદાન આપતી હોય છે. જેના ભાગરૂપે જ જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા આગામી તારીખ 25 ડિસેમ્બરના રોજ જીટીયુ ખાતે “ આરોગ્યમ પ્રબંધમ – ધ ન્યૂ એરા ઑફ હેલ્થકેર” વિષય પર કોન્કલેવનું આયોજન કરવામાં આવેલ છે.
હેલ્થકેર ક્ષેત્રમાં બદલાવની જરૂર
કોન્કલેવના ઉદ્ધાટન પ્રસંગે મુખ્ય અતિથિ સ્થાને જાણીતા ન્યૂરોસર્જન અને પદ્મશ્રી ડૉ. સુધીર શાહ ઉપસ્થિત રહેશે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , કોવિડ -19 જેવી મહામારી પછી વર્તમાન સમયમાં હેલ્થકેર ક્ષેત્રે અનેક બદલાવની જરૂરીયાત ઉભી થયેલ છે. ટેક્નોલોજી આધારીત નવીનત્તમ રીસર્ચ અને સારવાર થકી હેલ્થકેર ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકાશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે GTU-GSMSના ડાયરેક્ટર ડૉ. પંકજરાય પટેલ અને કાર્યક્રમના કો- ઓર્ડિનેટર્સ ડૉ. કૌશલ ભટ્ટ, શ્રી શ્વેતા પઢ અને શ્રી હેતલ રાઠોડને સફળ આયોજન માટે શુભકામના પાઠવી છે.

તજજ્ઞોનું માર્ગદર્શન
કોન્કલેવ દરમિયાન “મેડિકલ પ્રેક્ટિસમાં તકો અને પડકારો તેમજ હોસ્પિટલ  અને નર્સિંગ હોમ મેનેજમેન્ટ” વિષય પર અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી માર્ગદર્શન આપશે. “મેડિકલ સર્વિસ એક્સલેન્સ” વિષય પર કે.ડી. હોસ્પિટલના ડૉ. પાર્થ દેસાઈ , “ફ્યુચર ઑફ હોસ્પિટલ – ડિજીટલાઈઝેશન અને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ઈન હોસ્પિટલ” વિષય પર જીટીયુ સ્કૂલ ઑફ એપ્લાઈડ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના પ્રોફેસર ડૉ. ભાવીન પારેખ તથા “મોર્ડન સોલ્યુશન ફોર ઈફેક્ટિવ હોસ્પિટલ માર્કેટીંગ” વિષય પર હેયાન કન્સ્ટિંગના ડાયરેક્ટર શ્રી નેહલ દિક્ષિત માર્ગદર્શન પૂરું પાડશે,  હેલ્થકેર અને ફાર્મા ક્ષેત્રના નામી તજજ્ઞો આ  કોન્કલેવમાં જોડાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.