+

યુક્રેન બાદ રશિયામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ ચિંતિત, દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની હતી. જે વાત કોઇથી અજાણ નથી. આ યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત પણ થયું છે અને એક વિદ્યાર્થીને ઇજા પણ પહોંચી છે. યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીય વિદ્યાર્થીઓ ભારે સંઘર્ષ બાદ વતન પરત પહોંચી શક્યા છે. યુક્રેનમાં ફસાાયેલા વિદ્યાર્થીઓએ વીડિયો વડે ત્યાંની સ્થિતિ à
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની હતી. જે વાત કોઇથી અજાણ નથી. આ યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત પણ થયું છે અને એક વિદ્યાર્થીને ઇજા પણ પહોંચી છે. યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીય વિદ્યાર્થીઓ ભારે સંઘર્ષ બાદ વતન પરત પહોંચી શક્યા છે. યુક્રેનમાં ફસાાયેલા વિદ્યાર્થીઓએ વીડિયો વડે ત્યાંની સ્થિતિ બતાવી હતી અને ભારત આવ્યા બાદ પણ કપરી સ્થિતિનું વર્ણન કર્યુ હતું. તયારે હવે યુક્રેન બાદ રશિયામાં અભ્યાસ માટે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ પણ ચિંતામાં મુકાયા છે. આ અંગે રશિયામાં રહેલા ભારતીય દૂતાવાસ દ્વારા એક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે.

રશિયામાં અભ્યાસ માાટે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે એમ્બેસી દ્વારા નવા દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. રશિયાની ભારતીય એમ્બેસીએ નવી એડ્વાઇઝરી અંગે ટ્વિટ કર્યુ છે. આ એડવાઇઝરીમાં દૂતાવાસે કહ્યું છે કે, ‘રશિયાની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા અમને સતત રશિયામાં રહેવા અંગે સતત માર્ગદર્શન માગવામાં આવી રહ્યું છે. ત્યારે અમે વિદ્યાર્થીઓને ખાતરી આપીએ છીએ કે અત્યારે એવા કોઇ સુરક્ષા કારણો નથી કે, જેના લીધે દેશ છોડવો પડે. રશિયામાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા માટે થઇને ભારતીય દૂતાવાસ લાગતા વળગતા અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. ’
એડવાઇઝરીમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ‘રશિયામાં અત્યારે કેટલીક બેંકિંગ સર્વિસ ખોરવાઇ છે. આ સિવાય રશિયાથી ભારત જતી સીધી વિમાન સેવાને પણ અસર થઇ છે. આવી સ્થિતિના કારણે જો વિદ્યાર્થીઓ ચિંતિત હોય અને ભારત પરત જવા માંગતા હોય તો તે દિશામાં તેઓ વિચારી શકે છે. આવી સ્થિતિમાં અભ્યાસનો પ્રશ્ન ઉદ્ભવે છે. તો તે સંદર્ભે કેટલીક યુનિવર્સિટીઓ દ્વારા પહેલાથી જ દૂતાવાસને જાણ કરવામાં આવી છે કે તેઓ ઓનલાઇન ડિસ્ટન્સ મોડેલ પર કામ કરશે.’
ઉલ્લેખનીય છે કે રશિયામાં પણ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે લગભગ 15000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ રશિયામાં અત્યારે અભ્યાસ કરી રહ્યા છે.
Whatsapp share
facebook twitter