+

ગોંડલ નગરપાલિકાએ નિયમો નેવે મુકીને લોકમેળાનો કોન્ટ્રાક્ટ ઓનલાઇનને બદલે ઓફ્લાઈન ટેન્ડર કર્યો હોવાની કલેક્ટરને ફરિયાદ

ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડિયાં, જિલ્લા ઉપ પ્રમુખ યતિષભાઇ દેસાઈએ જીલ્લા કલેકટરને પત્ર લખીને ફરિયાદ કરી છે કે ગોંડલ નગરપાલિકાએ તાજેતરમાં લોકમેળાનો કોન્ટ્રાકટ ટેન્ડર પધ્ધતિ દ્રારા ૪૫ લાખ ની…

ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડિયાં, જિલ્લા ઉપ પ્રમુખ યતિષભાઇ દેસાઈએ જીલ્લા કલેકટરને પત્ર લખીને ફરિયાદ કરી છે કે ગોંડલ નગરપાલિકાએ તાજેતરમાં લોકમેળાનો કોન્ટ્રાકટ ટેન્ડર પધ્ધતિ દ્રારા ૪૫ લાખ ની અપસેટ પ્રાઈઝ રાખી, માત્ર ૫ હજારના વધારા સાથે, ૪૫ લાખ ૫ હજારમાં લાગતા વળગતાઓને ઓફલાઈન ટેન્ડરીંગ કરી આપી દીધેલ છે.. ત્યારે સરકારના ધારાધોરણ મુજબ કોઈ પણ કોન્ટ્રાકટ કે ટેન્ડરની પધ્ધતિ ૨કમ રૂા. ૫ લાખ ઉપર હોય ત્યારે ઓનલાઈન જ કરવી જોઈએ, ઓફલાઇન નહીં.. આવો નિયમ હોવા છતા આ નિયમને નેવે મુકીને ઓફલાઈન ટેન્ડરીંગ કરી લાગતાવળગતાઓને મેળાનો કોનટ્રાક્ટ સોંપી દેવાયો હોવાનો આક્ષેપ થયો છે.

ભ્રષ્ટાચાર કરવાના એકમાત્ર આશયથી ઓનલાઈન ટેન્ડરીંગને બદલે ઓફલાઈન ટેન્ડરીંગ કર્યુ હોવાનો આક્ષેપ સાથે આ સંપૂર્ણ મામલાની તપાસ કરી લાગતાવળગતા તમામ સતાધીશો અને ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફીસર સામે કડક પગલા લેવા કોંગ્રેસે માંગ કરી છે. જિલ્લા કલેકટરના નેજા હેઠળ રાજકોટના લોકમેળા અથવા બીજા કોઈ શહેરનો લોકમેળો હોય તે ઓનલાઈન ટેન્ડરીગથી થતો હોય તો પછી માત્ર ગોંડલ નગરપાલિકાએ કયા કારણોથી ઓફલાઈન પ્રાઈઝ બીડ મંગાવી આ મેળો લાગતાવળગતાઓને મેળો સોપી દીધેલ છે. ? તેવો સવાલ કોંગ્રેસે કર્યો

Whatsapp share
facebook twitter