+

સંતાનોની બીજા સાથે સરખામણી સરવાળે એને હાનિકારક છે

સંબંધ કોઈપણ હોય આપણે ત્યાં સરખામણી કરવી એ સામાન્ય વર્તન થઈ ગયું છે. સરખામણી- કમ્પેરિઝન આપણી જિંદગીમાં ઘૂસી ગયેલું એવું તત્વ છે જેને ચાહવા છતાં આપણે કાઢી શકતા નથી. સ્ત્રીઓમાં સરખામણી કરવાનો સ્વભાવ વધુ હોય છે કે, પુરુષોમાં આ એક ચર્ચાનો વિષય છે. સો ટચનો સવાલ એ છે કે, સરખામણી કરવાથી સુખ મળે કે દુઃખ?સરખામણી કરવાથી ક્યારેય સુખ નથી મળતું. કોઈની સાથે કમ્પેરિઝનના કારણે સામેવાળી વ્યક્તિ- જો
સંબંધ કોઈપણ હોય આપણે ત્યાં સરખામણી કરવી એ સામાન્ય વર્તન થઈ ગયું છે. સરખામણી- કમ્પેરિઝન આપણી જિંદગીમાં ઘૂસી ગયેલું એવું તત્વ છે જેને ચાહવા છતાં આપણે કાઢી શકતા નથી. સ્ત્રીઓમાં સરખામણી કરવાનો સ્વભાવ વધુ હોય છે કે, પુરુષોમાં આ એક ચર્ચાનો વિષય છે. સો ટચનો સવાલ એ છે કે, સરખામણી કરવાથી સુખ મળે કે દુઃખ?
સરખામણી કરવાથી ક્યારેય સુખ નથી મળતું. કોઈની સાથે કમ્પેરિઝનના કારણે સામેવાળી વ્યક્તિ- જો એને કદાચ ખબર હોય તો તેનો ઈગો થોડો પેમ્પર થતો હશે. પણ જો એને ન ખબર હોય તો સરવાળે તમે જેને સરખામણી કરીને કહો છો એનું બૂરું કરો છો. એ તમારું સંતાન હોય કે પછી જીવનસાથી હોય કે પછી કલીગ હોય કે ભાઈ-બહેન. સંબંધોમાં જ્યાં કમ્પેરિઝન આવે ત્યાં કમી આવવાની શરુ થાય છે. 
હજુ હમણાં જ બનેલી ઘટનાની વાત છે. નીટની પરીક્ષામાં સારો સ્કોર ન કરી શકનારી એક યુવતીની મુલાકાત થઈ. એ ફરીવાર નીટની પરીક્ષા આપવાની તૈયારી કરી રહી છે. એ યુવતીની મમ્મીને પોતાની દીકરીને સારા માર્કસ ન મળ્યાં એ કરતાં પોતાની દીકરીથી ઓછી હોંશિયાર એવી એની બહેનપણીને વધુ માર્કસ કેવી રીતે મળ્યા એનું દુઃખ છે. 
રોજબરોજની જિંદગીમાં સુખની વાત આવે કે ભૌતિક સગવડોની વાત આવે જાણે અજાણે આપણાંથી સરખામણી થઈ જ જતી હોય છે. કંઈ ખરીદવાની વાત હોય કે કંઈ પર્ફોમન્સની વાત હોય જ્યાં જરા સરખું આગળ પડતું છે ત્યાં સરખામણી થવા જ માંડે છે. આપણે આપણો આ સ્વભાવ મૂકી શકીએ ખરાં? 
મન અને સ્વભાવના જાણકાર લોકોના મતે ભૌતિક વસ્તુઓની સરખામણી કરતાં વધુ ખતરનાક છે બાળકોની બીજા બાળક સાથેની સરખામણી. જ્યારે તમે પોતાના સંતાનની એના મિત્રો, એના સહાધ્યાયીઓ કે પછી તમારા મિત્રોના સંતાનો સાથે સરખામણી કરો છો ત્યારે તમે જાણે અજાણે એ કુમળા માનસને ઠેંસ પહોંચાડો છો. બાળક કદાચ મા-બાપથી ડરીને કે માન જળવાઈ રહે એ માટે કંઈ ન બોલી શકે. પણ એના મનમાં તમે એક અદેખાઈનું બીજ તો રોપી જ દો છો. કેટલાંક બાળકો તો મા-બાપને સામે જ કહી દે છે, તો પછી એના મમ્મી-પપ્પા થવું હતુંને? બીજું કોઈ વ્યક્તિ પોતાના મા-બાપને ચડિયાતું લાગે એ કોઈપણ સંતાનથી ક્યારેય સહન થઈ શકતું નથી. 
એ મેડિકલનું ભણતી યુવતી સમજુ છે એની માતા પણ વાતને સમજે છે. તેમ છતાં એક અજાણી પળે સરખામણી થઈ જ ગઈ. સમજદાર વ્યક્તિ હોય તો વાંધો ન આવે. પણ અણસમજુ અને માસૂમ બાળક આ વાતને સમજી નથી શકવાનું. માટે એની સરખામણી કરવાનું બંધ કરવું વધુ યોગ્ય રહેશે. મા-બાપ એવું માનતા હોય છે કે, બીજા સાથેની સરખામણીની વાત આવશે તો બાળક કદાચ સુધરે. એનામાં કોઈ પોઝિટીવ ફેરફાર આવશે. પણ આ વિચાર જ બૂમરેંગ સમાન છે. સંતાનની સરખામણી ક્યારેય પોઝિટીવ પરિણામો તરફ નથી જતી. 
ભણવામાં, ચીવટ રાખવામાં, અક્ષરોમાં, રમત-ગમતમાં, વર્તનમાં, સાફ-સફાઈમાં, ઘરમાં મા-બાપની સાથેની જિંદગીમાં આ અને આવી અનેક પ્રક્રિયાઓ છે જેમાં સંતાનની ઝીણામાં ઝીણી વાત મહત્ત્વની હોય છે. એમાં એની હમઉમ્ર વ્યક્તિની સરખામણી એનું સારું કરવા કરતાં બૂરું વધારે કરશે. 
મનોચિકિત્સકો કહે છે કે, બાળકોને ખરાબ વર્તન કરતાં રોકવા કે કુટેવ પડે તો ટોકવા એમાં મા-બાપનો સહજ પ્રતિભાવ હોય શકે. પણ આ જ વસ્તુઓ સુધારવા માટે જ્યારે મા-બાપ કોઈની સાથે પોતાના સંતાનને કમ્પેર કરે છે ત્યારે એ અજાણપણે પોતાના જ સંતાનનું અહિત કરે છે.
Whatsapp share
facebook twitter