Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આવતીકાલે રિવરફ્રન્ટ પર CM ફ્લોવર શૉનો પ્રારંભ કરશે, જાણો સમય અને ફી સહિત સમગ્ર માહિતી

05:21 PM Dec 29, 2023 | Vipul Sen

આવતીકાલથી રિવરફ્રન્ટના ફ્લાવર ગાર્ડનમાં ફ્લાવર શૉનો (flower show 2023) પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel) 11મા ફ્લાવર શૉનું આવતીકાલે ઉદઘાટન કરશે. ફ્લોવર શો 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં પ્રથમ વખત 15 લાખથી વધારે ફૂલ-છોડના રોપા જોવા મળશે. ફ્લાવર શૉનો સમય સવારે 9થી રાત્રે 10 વાગ્ય સુધી રહેશે.

જાણો ફી અને સમય

આવતીકાલથી અમદાવાદ શહેરના રિવરફ્રન્ટના ફ્લાવર ગાર્ડન ખાતે 11મા ફ્લાવર શૉનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel) દ્વારા કરવામાં આવશે. 15 જાન્યુઆરી સુધી ચાલનારા આ ફ્લાવર શૉનો સમય સવારે 9થી રાતના 10 વાગ્યા સુધી રહેશે. ફીની વાત કરીએ તો ફ્લાવર શૉમાં સોમથી શુક્ર રૂ. 50 અને શનિ-રવિ દરમિયાન રૂ. 75 ની ટિકિટ રહેશે. જ્યારે 12 વર્ષના સ્કૂલના બાળકો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. આ વખતે ફ્લાવર શૉમાં પ્રથમ વખત 15 લાખથી વધારે ફૂલ-છોડના રોપા મુલાકાતીઓને જોવા મળશે. જ્યારે 7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું.

 

400 મીટરની સૌથી મોટી ગ્રીન વૉલ

ફ્લાવર શૉમાં અલગ-અલગ સકલ્પચર જેમ કે, મોઢેરા સૂર્ય મંદિર (Modhera Surya Mandir), નવું સંસદ ભવન, ચંદ્રયાનની (Chandrayaan) થીમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર છે. આ વખતે ફ્લોવર શૉમાં હેરિટેજ લૂકથી શરૂ કરીને આધુનિક યુગની પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે. જ્યારે 400 મીટરની ગ્રીન વૉલ કે જે સૌથી મોટી વૉલ તૈયાર કરાઈ છે. જણાવી દઈએ કે, ફ્લોવર શૉમાં એન્ટ્રી મેળવવા માટે સિવિક સેન્ટરો પરથી ટિકિટ મેળવી શકાશે. ઉપરાંત, ઓનલાઈનથી પણ ટિકિટ મેળવવાની સુવિધા આપવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો – DAHOD : નકલી કચેરી બાદ નકલી લેટર..જેનાથી થઇ ગઇ અધિકારીની બદલી