Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

CM Gujarat-જૂનાગઢવાસીઓને રૂ.૩૯૭ કરોડના ૯૧ વિકાસ કાર્યોની ભેટ

05:46 PM Jul 30, 2024 | Kanu Jani
  • CM Gujarat શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢવાસીઓને રૂ.૩૯૭ કરોડના ૯૧ વિકાસ કાર્યોની ભેટ આપી
    ———-
    વિકાસ કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે વિશેષ ભાર મૂકતા મુખ્યમંત્રીશ્રી : સૌને સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકાને વિકાસ કામોમાં ટોચના સ્થાને પહોંચાડવા અનુરોધ
    ———-
    રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને વોંકળા સફાઈની કામગીરી માટે જૂનાગઢ મહાનગરપાલિકાને અભિનંદન પાઠવ્યા
    ———-
    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાણાંના અભાવે વિકાસનું કોઈ કામ અટકે નહીં તે માટે આગવું નાણાંનું વ્યવસ્થાપન કર્યું છે
    ———-
    રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢ શહેરના રૂ.૩૮૪ કરોડના ૮૧ પ્રજાલક્ષી કામોનુ ખાતમુહૂર્ત અને રૂ. ૧૨.૮૬ કરોડના ખર્ચે નવ નિર્મિત ૧૦ કામોનુ લોકાર્પણ
    ———-
    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢવાસીઓને રૂ. ૩૯૭ કરોડના ૯૧ વિકાસ કાર્યોની ભેટ ગાંધીનગરથી વિડિયો કોન્‍ફરન્‍સના માધ્યમથી આપતા જણાવ્યું કે, રાજ્યમાં શહેરી વિકાસમાં એક પણ નગર પાછળ ન રહે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. જૂનાગઢ શહેરના આ વિવિધ વિકાસ કાર્યોના ઈ- લોકાર્પણ-ખાતમુહૂર્તથી ઇઝ ઓફ લિવિંગની નેમ સાકાર થશે.

CM Gujarat એ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસના ક્ષેત્રે રાજ્યને અગ્રીમ રાજ્ય બનાવવાની દિશા આપી છે. ગુજરાત તેના શહેરી વિકાસના કારણે વિશ્વ ફલક પર નામાંકિત થયું છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલા ઐતિહાસિક જૂનાગઢમાં પણ અદ્યતન વિકાસની રાજ્ય સરકારની નેમ છે, નરસિંહ મહેતાનું આ નગર આજે વિકાસની દિશામાં અગ્રેસર બન્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શહેરી વિકાસની નવી પ્રણાલી પ્રસ્થાપિત થઈ છે, વધતી જતી શહેરી જનસંખ્યાને મૂળભૂત અને આંતર માળખાકીય સુવિધા આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાણાંના અભાવે વિકાસનું કોઈ કામ અટકે નહિ તે માટે આગવું નાણાં વ્યવસ્થાપન પણ કર્યું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલેએ કહ્યું કે, તાજેતરમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના માળખાકીય વિકાસના કામો માટે રૂ. ૨૧૧૧ કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યા છે તેમાં જૂનાગઢ મહાનગરપાલિકાને રૂ. ૩૪.૪૦ કરોડ ફાળવ્યા છે.

જૂનાગઢ મહાનગરપાલિકા વિકાસ કામોમાં નંબર વન બને તેવું આયોજન 

મુખ્યમંત્રીશ્રીએ વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ ભાર મુકતા જણાવ્યું કે, જૂનાગઢ મહાનગરપાલિકા વિકાસ કામોમાં નંબર વન બને તેવું આયોજન થયું છે અને સૌ સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકાને ટોચના સ્થાને પહોંચાડે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

કેન્‍દ્ર સરકારના બજેટમાં શહેરી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, આપણાં શહેર ગ્રોથ હબ બને તેવી નેમ પણ આ બજેટમાં રાખવામાં આવી છે. ગુજરાતના સહિત દેશના ૧૦૦ મોટા શહેરોમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને અન્ય એજન્સીઓ સાથે મળીને વોટર સપ્લાય, સુએઝ ટ્રીટમેન્ટ તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના પ્રોજેક્ટ પર પણ ભાર અપાયો છે તેની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

લોકભાગીદારીમાં જુનાગઢ નમૂનારૂપ 

લોક ભાગીદારીથી કેવા સારા પરિણામ મળી શકે તે જૂનાગઢના લોકોએ કરી બતાવ્યું છે, ગયા વર્ષે ભારે વરસાદમાં જૂનાગઢ શહેરના ગયા વર્ષે ભારે વરસાદમાં જૂનાગઢ શહેરના વોંકળામાં કાપ, માટી, ઝાડી-ઝાંખરા કારણે પાણી ભરાવાની મોટી સમસ્યા હતી. તેના કારણે ઘણું નુકસાન પણ થયું હતું. પણ આ વર્ષે જૂનાગઢ મહાનગરપાલિકાએ ૯ કિમી જેટલા લાંબા કાળવા વોંકળાનું PPP મોડલ પર ડીસિલ્ટિંગ કરીને આ સમસ્યાનો હલ કરવાનો સરહાનીય પ્રયાસ કર્યો છે. તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને વોંકળા સફાઈની કામગીરી માટે જૂનાગઢ મહાનગરપાલિકાને અભિનંદન આપ્યા હતાં.

‘એક પેડ માં કે નામ’

CM Gujarat લેએ ગ્રીન ગ્રોથ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘એક પેડ માં કે નામ’ ની પહેલને સાકાર કરવા જૂનાગઢ મહાનગરપાલિકા ૨૫,૦૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે, તેને બિરદાવતા જૂનાગઢ વાસીઓને પણ તેમાં જોડાવા માટે અપીલ કરી હતી.

કૃષિ રાજ્ય મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કહ્યુ કે, જૂનાગઢ શહેર વિસ્તારમાં સીસી રોડ, ડ્રેનેજ લાઇન, સ્વિમિંગ પુલ, જી આઇ એસ બેઇઝ મેચિંગ સહિતના વિવિધ વિકાસ કાર્યોનું રૂ. ૩૯૭.૭૮ કરોડના ખર્ચે ઇ લોકાર્પણ અને ઇ ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે.

શહેરી વિકાસના આ કાર્યો થકી રોજગારીનું સર્જન, કરવેરાની આવકમાં ઉમેરો, શહેરી અને આર્થિક વિકાસ થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના “વિકસિત ભારત @ ૨૦૪૭” ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલી કરી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, શહેરના જોશીપુરા વિસ્તારના વેપારીઓના કોમર્શિયલ કોમ્પલેક્ષને લગતા પ્રશ્નનું પણ નિવારણ આવ્યું છે. શહેરમાં નરસિંહ મહેતા સરોવર અને વિલિગ્ડન ડેમના વિકાસ માટેના વિકાસકાર્યો તેમજ શહેરને ૨૫ ઇ-બસ ફાળવવામાં આવશે.

આ પ્રસંગે મેયર શ્રીમતી ગીતાબેન પરમારે જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારમાં પીવાના પાણીની સપ્લાય, હેરિટેજ બિલ્ડીંગ નરસિંહ મહેતા વિદ્યામંદિરના નવીનીકરણ, મનાપા વિસ્તારમાં જીઆઈએસ બેસ મેપિંગ, સોલિડ વેસ્ટ સેગ્રીગેશન પ્લાન્ટ, ઇન્દ્રેશ્વર મંદિર ખાતેના વિકાસ કાર્યો સહિતના વિકાસ કાર્યોના થયેલા ખાતમુહૂર્ત અને લોકાર્પણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, રાજ્યના સરકારના અનુદાનથી જૂનાગઢ શહેરમાં ખૂબ વિકાસના કાર્યો થયા છે. તેમણે જોષીપરા ખાતેના કોમર્શિયલ શોપિંગ સેન્ટરના દબાણના પ્રશ્નનો હકારાત્મક નિકાલ માટે મુખ્યમંત્રીશ્રીનો વિશેષ આભાર માન્યો હતો.

મ્યુનિસિપલ કમિશનર શ્રી ઓમ પ્રકાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોને આવકારતા શાબ્દિક સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા, કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, સ્ટેંન્ડિગ કમિટિના ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ, દંડક શ્રી અરવિંદભાઈ ભલાણી, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ પોશિયા, વોટર વર્કસ સમિતિના ચેરપર્સન કુસુમબેન અકબરી, અગ્રણી સર્વશ્રી પ્રદીપ ખીમાણી, ભરત ગાજીપરા, મનન અભાણી, વિનુભાઈ ચાંદીગરા સહિતના મહાનુભાવો અને જૂનાગઢ શહેરના નગરજનો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો- Water Harvesting -ભૂગર્ભ જળ ઊંચા લાવવા સરકારનો મહત્વનો નિર્ણય