+

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘આઈડિયા ટુ એન્ટરપ્રાઇઝ’ ના ધ્યેયને નવીન દિશા આપતા ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબનું ઉદ્ઘાટન કરાયું

અહેવાલ – સંજય જોશી  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘આઈડિયા ટુ એન્ટરપ્રાઇઝ’ ના ધ્યેયને નવીન દિશા આપતા ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub)ના અત્યાધુનિક કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ…
અહેવાલ – સંજય જોશી 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘આઈડિયા ટુ એન્ટરપ્રાઇઝ’ ના ધ્યેયને નવીન દિશા આપતા ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub)ના અત્યાધુનિક કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન કરાયું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા SSIP હેઠળ સ્થાપિત ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub)ના અત્યાધુનિક કોમ્પલેક્સનું અમદાવાદ ખાતે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રીના વરદહસ્તે પ્રતિકાત્મક રીતે 05 સ્ટાર્ટઅપ્સને પ્રતિકાત્મક રૂપે Incubation Co-working spaceના અલોટમેન્ટ લેટરનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત i-Hub ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ઉપસ્થિત રહીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ i-Hub કોમ્પ્લેક્સનું વિહંગાવલોકન કરી i-Hubના નવીન બિલ્ડીંગમા કાર્યરત સ્ટાર્ટઅપ કો-વર્કિંગ સ્પેસની મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી ઋષિકેશ પટેલે સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ સાથે તેમના રિસર્ચ-ઇનોવેશન અને પ્રોડક્ટ્સ વિશે વિગતવાર સંવાદ કર્યો હતો. આ પ્રસંગે 110 ફાઉન્ડર્સ દ્વારા ઇનોવેશન અને સ્કુલનું પ્રદર્શન કરાયું હતું. મુખ્યમંત્રીએ સંરક્ષણ, શિક્ષણ, આરોગ્ય, એગ્રીકલ્ચર, સ્પોર્ટ્સ, સર્વિસ સેક્ટરને લગતા સ્ટાર્ટઅપ્સની મુલાકાત લીધી હતી.
‘આઈડિયા ટુ એન્ટરપ્રાઇઝ’ના ધ્યેયને નવીન દિશા આપશે i-Hubનું નવીનતમ સેન્ટર
અત્યાધુનિક સુવિધાઓ સાથે ઉદ્યોગ સાહસિકતા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું 1,50,000 ચોરસ મીટર વિસ્તારમાં શરૂ કરાયેલું સૌથી મોટું કેન્દ્ર છે, જ્યાં એકસાથે, એક જ જગ્યાએથી 500 સ્ટાર્ટઅપ્સ કામ કરી શકશે. ભવિષ્યવાદી અને અદ્યતન ટેક્નોલોજી સાથે બનાવવામાં આવેલી લેબમાં પ્રારંભિક સ્ટાર્ટઅપ માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. i-Hub દ્વારા વિકસિત આ અત્યાધુનિક કોમ્પલેક્સ ફ્લેક્સિબલ, પ્રારંભિક સ્ટાર્ટઅપ્સને અનુકૂળ અને સહયોગી કો-વર્કિંગ સ્પેસનું મિશ્રણ છે.
i-Hub સેન્ટરની વિશેષતાઓ
આ સેન્ટરની વિશેષતાઓમાં પ્લગ-એન-પ્લે મોડલમાં સરળતાથી ઉપયોગ કરી શકાય તેવી હાઈ સ્પીડ ઈન્ટરનેટ સહિતની મૂળભૂત સુવિધાઓથી સુસજ્જ કો-વર્કિંગ સ્પેસ છે.  i-Hub એ દેશ અને વિદેશમાં અનેક સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે, જેનો લાભ સ્ટાર્ટઅપ્સને મળી શકશે.
આ ઉપરાંત આ નવીન બિલ્ડિંગમાં તમામ સ્ટાર્ટઅપ્સ માટે મીટિંગ રૂમ, સેમિનાર રૂમ, કોન્ફરન્સ રૂમ અને લાઇબ્રેરી જેવી સુવિધાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સપોર્ટ છે, જેનો ઉપયોગ વિના મૂલ્યે અથવા ઓછા ખર્ચે કરી શકાશે. માર્ગદર્શન અને મેન્ટરશીપ માટે સ્ટાર્ટઅપ્સને i-Hub ના મેન્ટર બોર્ડની ઍક્સેસ આપવામાં આવી છે. આ મેન્ટર બોર્ડમાં વિવિધ ડોમેન વર્ટિકલ્સના જાણીતા નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવશે.
 i-Hub ઇન-હાઉસ સ્ટેટ આઇપી ફેસિલિટેશન સેન્ટર દ્વારા સ્ટાર્ટઅપ્સને પેટન્ટ અને ટ્રેડમાર્ક સપોર્ટ પૂરો પાડે છે. i-Hub સાથે સંકળાયેલા સ્ટાર્ટઅપ્સ માટે પેટન્ટ અને ટ્રેડમાર્ક ફાઇલ કરવા માટેનો તમામ ખર્ચ રિએમ્બર્સ કરી આપવામાં આવશે તેવી વ્યવસ્થા છે. i-Hub વિવિધ યોજનાઓ હેઠળ સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય ઉપરાંત ખાનગી મૂડી એકત્ર કરવા માટે સ્ટાર્ટઅપ્સને 28 એન્જલ રોકાણકારો અને 12 પ્રારંભિક તબક્કાના વેન્ચર ફંડ્સની ઍક્સેસ પણ મળી શકશે.
Whatsapp share
facebook twitter