+

RathYatra 2023 : રથયાત્રાને લઈને તંત્ર એલર્ટ, CM અને ગૃહ રાજ્યમંત્રીએ વિસ્તૃત જાણકારી મેળવી

અમદાવાદમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈને તંત્ર એલર્ટ છે સવારે નિકળેલી રથયાત્રા તેના નિયતરૂટ પર આગળ ધપી રહી છે. ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જય રણછોડ…. માખણ…

અમદાવાદમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈને તંત્ર એલર્ટ છે સવારે નિકળેલી રથયાત્રા તેના નિયતરૂટ પર આગળ ધપી રહી છે. ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જય રણછોડ…. માખણ ચોર… ના નારા સાથે લોકો ભગવાનનું સ્વાગત કરી રહ્યાં છે. બીજી તરફ નિર્વિઘ્ને રથયાત્રા સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ સતત ખડે પગે છે. રથયાત્રાની સુરક્ષામાં ટેક્નોલોજીનો પણ ભરપુર ઉપયોગ થયો છે.

રથયાત્રાની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ ગાંધીનગરમાં CM ડેશબોર્ડની વિડિયો વોલ પર સમગ્ર યાત્રાના માર્ગનું નિરીક્ષણ અને રથયાત્રાના શરુઆતના રુટનું રિયલ ટાઈમ મોનીટરીંગ કરી વિસ્તૃત જાણકારી મેળવી. વિવિધ વિસ્તારોમાં ગોઠવવામાં આવેલા સલામતી-સુરક્ષાના પોલીસ પ્રબંધ અંગે પણ વિડિયો વોલ દ્વારા ઝીણવટપૂર્વકની જાણકારી મેળવી હતી.

બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમની વિડીયો વોલ પરથી 3D મેપિંગ, લેયરિંગ, AI ઇમેજિંગ થકી રથયાત્રાનું નિરિક્ષણ કર્યું હતું.

જણાવી દઈએ કે, રથયાત્રાને લઈને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 11 IG, 50 SP, 100 DySP, 300થી વધુ PI, 800 PSI અને SRP તથા CRPFની 35 ટુકડી અને 6 હજાર હોમગાર્ડના જવાનો મળી રથયાત્રાના બંદોબસ્તમાં 25 હજારથી વધારે જવાનો જોડાયા છે. સાથે જ આ વખતની રથયાત્રામાં એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : રથયાત્રા 2023: ભગવાનની આજની નગરચર્યાની આ ખાસિયતો વાંચી લો…!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter