Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુક્રેન પર હુમલાથી રશિયાના વિરોધમાં ઉતર્યા નાગરિક, પુતિનને સજાની કરી માંગ

01:53 PM Jun 21, 2023 | Vipul Pandya

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હવે સામાન્ય નાગરિકો માટે મોટી મુસિબત બની ગયો છે. રશિયાનું કહેવું છે કે, તેણે યુક્રેનના ઘણા સૈનિક, ટેન્કને તબાહ કરી દીધા છે. આ વચ્ચે એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે, રશિયાના આ હુમલાથી સામાન્ય નાગરિકો નારાજ છે અને પ્રદર્શન કરી પોતાનો વિરોધ પણ રજૂ કર્યો છે. 
દુનિયાના મોટાભાગના દેશ રશિયા વિરુદ્ધ
રશિયાની અંદર યુક્રેન વિરૂદ્ધ ચલાવવામાં આવેલા યુદ્ધનો વિરોધ શરૂ થયો છે. રશિયાના નાગરિકોએ પોતાની જ સરકાર સામે મોરચો ખોલ્યો છે. વિરોધીઓ સતત યુદ્ધ પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે. આ વચ્ચે યુક્રેન સામે યુદ્ધ કરવા બદલ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે સજાની માંગ સાથે લંડન, બેરૂત, ટોકિયો, મોસ્કો, પેરિસ, લોસ એન્જલસ, જેરુસલેમ અને સ્ટોકહોમ જેવા વિશ્વના ઘણા શહેરોમાં યુદ્ધને લઇને વિરોધ ફાટી નીકળ્યો છે. વિરોધીઓએ રશિયાની આર્થિક નીતિને અલગ કરવાની હાંકલ કરી હતી.

PM મોદીએ પુતિનને ફોન કરીને સંકટના શાંતિપૂર્ણ ઉકેલ માટે કહ્યું
પશ્ચિમ અને અન્ય દેશો દ્વારા અનેક પ્રતિબંધો છતા રશિયાએ ગુરુવારે યુક્રેન પર આક્રમણ કર્યું હતું. વળી, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ કહ્યું, ‘મેં 27 યુરોપિયન નેતાઓને પૂછ્યું કે શું યુક્રેનને NATOમાં હોવું જોઈએ. તેઓ બધા ડરી ગયા છે, પણ અમે ડરતા નથી. અમે રશિયા સાથે વાત કરવામાં ડરતા નથી. અમે અમારા રાજ્ય માટે સુરક્ષા ગેરંટી વિશે વાત કરવામાં ડરતા નથી. આ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને સંકટના શાંતિપૂર્ણ ઉકેલ માટે કહ્યું હતુ. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે યુક્રેનમાં રહેતા 20,000 ભારતીયોમાંથી 4,000 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. 
રાષ્ટ્રપતિ બાઇડેને હાથ ઊંચા કરી દીધા
લેટેસ્ટ અપડેટ મુજબ રશિયન સેના યુક્રેનની રાજધાની કીવ પહોંચી ગઈ છે. આ પહેલા આજે કીવ પર છ વખત મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી લાચાર દેખાઈ રહ્યા છે અને અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેને પણ હાથ ઊંચા કરી દીધા છે. તેના પર ઝેલેન્સકીએ કહ્યું છે કે તે રશિયા સાથેની લડાઈમાં અમે એકલા પડી ગયા છીએ. તેમણે દાવો કર્યો કે, રશિયન હુમલામાં યુક્રેનના 137 લોકો માર્યા ગયા અને 316 ઘાયલ થયા છે.