Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Chhotaudepur: જિલ્લામાં રોગચાળો વકર્યો,આરોગ્ય વિભાગ એક્શનમાં

09:52 PM Mar 28, 2024 | Hiren Dave

અહેવાલ -તૌફિક શેખ -છોટાઉદેપુર

Chhotaudepur : છોટાઉદેપુર (Chhotaudepur )જીલ્લાના સંખેડા તાલુકાના સુંદરપુરા ગામે (Sundarpura Village) ઝાડા ઉલટીના  (Diarrhea Vomiting) કેસ છેલ્લા પાંચ દિવસમાં 100થી વધુ કેસ નોંધાયા છે . જેમાં આજે 50 જેટલા વધુ લોકો ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે. છેલ્લા પાંચ દિવસથી ઝાડા ઉલટીના કેસો માં ક્ર્મશ વધારો નોંધાઇ રહ્યો હતો. તો જીલ્લા આરોગ્ય અધિકારી ગામ ની મુલાકાતે દૌડી ગયા હતા. અને વધુ સારવાર અર્થે 14 દર્દીઓને આજે જ સંખેડા રીફર કરાયા હતા. તાત્કાલીક આરોગ્ય વિભાગની આઠ જેટલી ટિમો દ્વારા ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી, તો એક એમ્બ્યુલન્સ સાથે હેલ્થ ટીમ 24 કલાક ગામ માંટે ખાસ તૈનાત કરવામાં આવી છે. આ સાથે 4- ટીમો સતત સાત દિવસ સુધી ગામ માં રોજે રોજ સર્વે કરવા આરોગ્ય વિભાગે આદેશ આપ્યા છે.

ઝાડા ઉલટીના કેસ  વધતા  આરોગ્ય વિભાગ દૌડતું થયું

સંખેડા તાલુકાના સુંદરપુરા ગામે છેલ્લા પાંચ દિવસથી ઝાડા ઉલટીના કેસ વધતા જીલ્લા આરોગ્ય વિભાગ દૌડતું થયું હતું, અને રોગચાળા નો વાવર વધુ વકરે તે પેહલા તેને નિયંત્રણ મેળવવા પ્રયાસો આદર્યા હતા.આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા 8 ટિમોને સર્વેના કામે લગાડી ગ્રામજનોના આરોગ્યની તપાસ હાથ ધરાઈ છે.આ સાથે બનાવની ગંભીરતાને જોઈ જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતા હેઠળની ટીમ દ્વારા સુંદરપુરા ગામની મુલાકાત લેવામાં આવી હતી.

14 જેટલા લોકોને વધુ સારવાર અર્થે સંખેડા

તો બીજી તરફ અભેસિંહ તડવી,ધારાસભ્ય સંખેડાને જાણ થતાં તેઓ પણ અત્રે દોડી આવ્યા હતા. અને દર્દીઓ તેમજ પરીવારજનોની મુલાકાત લેવામાં આવી હતી. આ સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ જરૃરી સુચનો કરાયા હતા. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર પ્રાથમિક તબક્કે એકી સાથે મોટા પ્રમાણમાં ઝાડા ઉલટીના કેસ સામે આવતા ગામના પીવાના દૂષિત પાણીના કારણે આ રોગચાળો ફેલાયો હોવાનું મનાઈ રહ્યું છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગે પાણીના પણ સેમ્પલ લીધા છે.તો 14 જેટલા લોકોને વધુ સારવાર અર્થે સંખેડા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે સુંદરપુરા ગામમાં વકરેલ રોગચાળાને નાથવા જીલ્લા આરોગ્ય અધિકારી સી. બી.ચોબિશાદ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે જાહેર જનતાએ તેઓની ખાણી પીણી માં ખુબ જ સભાનતા રાખવાની જરુર છે, જેથી કરીને આવનારા દિવસોમાં અન્ય ગામ કોઈ રોગચાળાનો શિકાર ના બને. જોકે ફેલાયેલા રોગચાળાને લઈ આજુબાજુના ગામોના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

આ  પણ  વાંચો Controversy: પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સમાજની માગ

આ  પણ  વાંચો – VADODARA : પાના-પક્કડથી લઇ સોનાના દાગીના સુધી ચોરીનો 100 ટકા મુદ્દામાલ રિકવર