Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Justib Biber ના ઘરે જન્મ્યો ચિરાગ, સોશિયલ મીડિયા ઉપર કરી જાહેરાત

11:57 AM Aug 24, 2024 |
  • Justib Biber અને તેની પત્ની હેલી બીબરએ આપી મોટી ખુશખબરી
  • જસ્ટિન બીબરના પત્ની હેલી બીબરએ એક પુત્રને જન્મ આપ્યો
  • Justib Biber એ સોશિયલ મીડિયા ઉપર કરી જાહેરાત

લોકપ્રિય પોપ સિંગર જસ્ટિન બીબર અને તેની પત્ની હેલી બીબરના ઘરમાંથી તાજેતરમાં એક ખૂબ જ મોટી ખુશખબરી સામે આવી રહી છે. જસ્ટિન બીબરના પત્ની હેલી બીબરએ એક પુત્રને જન્મ આપ્યો છે. કપલે આ ખુશખબર સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ સાથે શેર કરી છે. આ ખુશ ખબર સામે આવ્યા બાદ હવે સૌ લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Justib Biber એ શેર કરી ખુશખબરી

જસ્ટિન બીબરે તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવા જન્મેલા છોકરાની ઝલક દર્શાવતાં ફોટા શેર કર્યા છે. તેમણે બાળકનું નામ ‘જેક બ્લૂઝ બીબર’ જાહેર કર્યું છે. પોસ્ટમાં, જસ્ટિનએ કેપ્શન આપ્યું હતું: “વેલકમ હોમ જેક બ્લૂઝ બીબર.” ફોટામાં, બાળકે પગની ઝલક પણ દર્શાવવી છે. જસ્ટિનની પોસ્ટને લઈ, ફેન્સે આનંદની લાગણી વ્યક્ત કરી છે. ઘણા ચાહકોએ કમેન્ટ કરીને કપલને અભિનંદન આપ્યાં છે. Justib Biber ને ફેન્સ આ બાળકની ખબરને લઈને ખૂબ ઉત્સાહિત છે.

પત્નીને એકલા મૂકવા માટે ટ્રોલ થયો હતો

ઉલ્લેખનીય છે કે, Justib Biber  એ ગયા મહિને ભારતની મુલાકાત લીધી હતી. જ્યાં તેણે બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહમાં શાનદાર પરફોર્મન્સ આપ્યો હતો. છતાં, તે તેની ગર્ભવતી પત્ની હેલીને એકલા છોડીને ભારત આવ્યા તે માટે ઘણો ટ્રોલ થયો હતો.

બાળપણથી જ ખાસ મિત્રો રહ્યા છે જસ્ટિન અને હેલી

જસ્ટિન બીબર અને હેલી બીબર બાળપણથી જ એકબીજા માટે ખાસ મિત્રો રહ્યા છે. તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને 2018માં બંનેએ દક્ષિણ કેરોલિના ખાતે એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. લગ્ન થયા પછી 6 વર્ષ પછી તેમણે પ્રેગનન્સીની જાહેરાત કરી હતી. ત્યારથી, બંનેના ચાહકોએ તેમના બાળકના આગમન માટે આતુરતા દર્શાવવી શરૂ કરી હતી. હવે, જ્યારે આ કપલના ઘરમાં પુત્રનો જન્મ થયો છે, ત્યારે તેમની ખુશીનો કોઈ પાર નથી.

આ પણ વાંચો : Rajasthan ના સુંધા માતા પર્વત પર આભ ફાટ્યું, મહિલાનું મોત