+

ચીની વિમાનોએ એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું, ચીનનું ફાઈટર જેટ એલએસીની અંદર આવ્યું

એક રિપોર્ટ અનુસાર, ગયા મહિને જૂનના અંતિમ સપ્તાહમાં ચીની વાયુસેનાનું એક ફાઈટર જેટ ઉડતી વખતે ઈસ્ટર્ન લદ્દાખ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની ખૂબ નજીક આવી ગયું હતું. આ પછી, ભારતીય વાયુસેનાએ તરત જ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હેઠળ  આ ઘટનાની પ્રતિક્રિયા આપી. ઘટના જૂનના છેલ્લા અઠવાડિયામાં સવારે 4 વાગ્યે બનીસમાચાર એહેવાલોમાં માહિતી હતી કે આ ઘટના જૂનના છેલ્લા અઠવાડિયામાં સવારે 4 àª
એક રિપોર્ટ અનુસાર, ગયા મહિને જૂનના અંતિમ સપ્તાહમાં ચીની વાયુસેનાનું એક ફાઈટર જેટ ઉડતી વખતે ઈસ્ટર્ન લદ્દાખ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની ખૂબ નજીક આવી ગયું હતું. આ પછી, ભારતીય વાયુસેનાએ તરત જ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હેઠળ  આ ઘટનાની પ્રતિક્રિયા આપી. 

ઘટના જૂનના છેલ્લા અઠવાડિયામાં સવારે 4 વાગ્યે બની
સમાચાર એહેવાલોમાં માહિતી હતી કે આ ઘટના જૂનના છેલ્લા અઠવાડિયામાં સવારે 4 વાગ્યે બની હતી. જ્યારે આ એરક્રાફ્ટ એલએસીની નજીકની રેન્જમાં ઉડાન ભરી રહ્યું હતું  સાથે જ તે જમીન પર કેટલાક લોકોની નજરે પડ્યું હતું અને તે સરહદી વિસ્તારમાં તૈનાત સ્વદેશી રડાર પર પણ નોંધાયું હતું. પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીન વચ્ચે ત્રણ વર્ષથી તણાવપૂર્વ પરિસ્થિતિ છે. બંને દેશોની સેનાએ વિવાદિત જગ્યાઓ પર બેરિકેડ લગાવી દીધા છે. આ વિસ્તારમાંથી સૈનિકો હટાવવા અને શાંતિ જાળવવા માટે બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 15 વાર સૈન્ય કમાન્ડર સ્તરની વાતચીત થઈ છે. ચિંતાજનક વાત એ છે કે આ વખતે ચર્ચાનો સમયગાળો થોડો લાંબો થઈ ગયો છે. ભારતીય સેના અને ચીનની પીએલએ વચ્ચે 15 ચર્ચાનો રાઉન્ડ 11 માર્ચે  થયો હતો. ત્યારથી આ મુદ્દે લગભગ 4 મહિના વીતી ગયા છે, પરંતુ વાતચીતનો કોઈ નવો રાઉન્ડ નથી. 

વિદેશ મંત્રી જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે મુલાકાત
ગુરુવારે વિદેશ મંત્રી જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે મુલાકાત થઈ હતી. જેમાં જયશંકરે સરહદ વિવાદ સહિત તમામ બાકી મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલવા પર ભાર મૂક્યો હતો. યી પણ આ માટે સંમતિ દર્શાવી હતી. જયશંકરે લિ સાથે ચીનમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓની પરત મોકલવા અને હવાઈ ફ્લાઈટનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકર અને ચીનના વિદેશ મંત્રી યી એ પણ સંમત થયા હતા કે વાસ્તવિક નિયંત્રણ રેખા પરના અથડામણના  મુદ્દાઓ પર પરસ્પર ઉકેલ શોધવો જરૂરી છે. મડાગાંઠની નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, જયશંકરે યી પર સરહદી વિસ્તારોમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સૈનિકોની પાછા ખેંચવા મુદ્દે  દબાણ કર્યું હતું.

બંને દેશો વચ્ચે  સરહદ વિવાદ મુદ્દે વાતચીત ચાલુ રહેશે
જૂન 2020 થી, બંને દેશો વચ્ચે સૈન્ય વાટાઘાટોના 15 રાઉન્ડ યોજાયા છે. 2020માં મંત્રણાના આઠ રાઉન્ડ થયા હતા. આ પછી, 2021 માં પાંચ રાઉન્ડ અને 2022 ના છેલ્લા છ મહિનામાં મંત્રણાના બે રાઉન્ડ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચેની વાતચીત ચાલુ રહેશે. વાટાઘાટોના 16મા રાઉન્ડનો નિર્ણય લેવાનો બાકી છે, પરંતુ આ વખતે વાતચીતમાં થોડું મોડું થયું છે. LAC પર મડાગાંઠને કારણે ભારત-ચીનના આર્થિક સંબંધો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. આ મે 2022માં સ્ટેન્ડઓફને ત્રણ વર્ષ થયા છે. વિવાદનો સંપૂર્ણ ઉકેલ મળ્યો નથી. 
60 હજાર સૈનિકો હજુ પણ તૈનાત છે
જોકે, બંને દેશોની સેનાઓ કેટલાક સરહદી વિસ્તારોમાંથી હટી ગઈ છે.  જો કે પૂર્વ લદ્દાખના ઘણા વિસ્તારોમાં ભારત અને ચીનની સેનાઓ હજુ પણ સામસામે છે. ગલવાન વેલી, પેંગોંગ ત્સો અને ગોગરા-હોટ સ્પ્રિંગ્સ જેવા વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચાયા હોવા છતાં બંને દેશોના લગભગ 60,000 સૈનિકો લદ્દાખમાં LACની આસપાસ તૈનાત છે. ભૂતપૂર્વ સૈન્ય અધિકારીના જણાવ્યા અનુસાર, આગામી તબક્કાની વાતચીતમાં વિલંબ એ સંકેત આપે છે કે બંને પક્ષો વચ્ચે કેટલાક મતભેદો છે. આ મતભેદોને ઉકેલવા સરળ નથી.
ચીની વિમાનોએ એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું
જૂનના છેલ્લા અઠવાડિયામાં એક દિવસે સવારે લગભગ 4 વાગે ચીની સેનાના વિમાને ઉડાન ભરી અને તણાવ વધારી દીધો. અહીં તૈનાત સૈનિકોએ વિમાનને નજરે જોયું છે સાથે જ સરહદી વિસ્તારમાં તૈનાત સ્વદેશી રડારે પણ તેને પકડી  પાડ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે સંભવિત એરસ્પેસ ઉલ્લંઘનની જાણ થતાં જ ભારતીય વાયુસેના સક્રિય થઈ ગઈ હતી. ભારતે આ ઘટનાનો સખત વિરોધ કર્યો છે. સૂત્રોએ સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના બહુ ગંભીર નથી, પરંતુ બીજી બાજુ આવી ઘટનાઓ ટાળવી જોઈએ કારણ કે તેનાથી સ્થિતિ વણસી શકે છે. વિમાન LAC ની નજીક આવ્યું,  આ એજ જગ્યા છે જ્યાં 2020થી બંને દેશો વચ્ચે સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. ત્યારથી, ભારતીય સેના અને વાયુસેનાએ તેમની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે અને સમગ્ર લદ્દાખ સેક્ટરને એવી રીતે મજબૂત બનાવ્યું છે કે દુશ્મન એકપક્ષીય પ્રયાસો દ્વારા એલએસી પરની સ્થિતિને બદલી શકે નહીં.

ચીનની લુચ્ચાઇ મોટી સંખ્યામાં ફાઇટર જેટ અને માનવરહિત વિમાનો તૈનાત કર્યા 
ચીને ભારતીય સરહદ નજીક હોટન અને ગર ગુંસા જેવા વિશાળ એરફિલ્ડમાં વિવિધ સ્થાનો પર મોટી સંખ્યામાં ફાઇટર જેટ અને માનવરહિત વિમાનો તૈનાત કર્યા છે. છેલ્લા બે વર્ષમાં તેમની સંખ્યામાં વધારો થયો છે. 2020માં પણ આવી જ સ્થિતિ હતી, જ્યારે ચીની સેનાએ ભારતની પૂર્વ લદ્દાખની સરહદમાં તૈનાત ભારતીય સેનાઓના થાણા તરફ મોટી સંખ્યામાં સૈનિકોને મોકલ્યા હતા. આ પછી આ વિસ્તારમાં અથડામણ અને મારામારીની અનેક ઘટનાઓ બની હતી.
આ પહેલાં ચીને પીએમ મોદીની ટીકા કરતા કહ્યું હતું કે ‘ભારતે તિબેટથી દૂર રહેવું જોઈએ’
ચીને લદ્દાખ ક્ષેત્ર નજીક જ ગેરકાયદેસર રીતે કબજામાં લીધેલા વિસ્તારમાં પોતાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે, પરંતુ  તેના જવાબમાં ભારતે પણ ઓછા સમયમાં ત્યાં મોટા પાયે પોતાની સુવિધાઓ બનાવી છે. આમાં લદ્દાખમાં રોડ બનાવવાનો પણ સમાવેશ થાય છે, જેથી સૈનિકો માટે ફ્રન્ટલાઈન સુધી પહોંચવામાં સરળતા રહે અને તેમાં પહેલા કરતા ઓછો સમય લાગે. લદ્દાખ સેક્ટરની જવાબદારી સંભાળતી સેનાના ઉત્તરી કમાન્ડને તમામ પ્રકારની સત્તા આપવામાં આવી છે, જેથી તે ચીનના ખતરાનો કડકાઇથી સામનો કરી શકે. એ જ રીતે આ વિસ્તારમાં સેનાના ઈન્ચાર્જ વેસ્ટર્ન એર કમાન્ડને રાફેલ જેવા કોમ્બેટ જેટ સહિત અનેક  શસ્ત્રો આપવામાં આવ્યાં છે. વાયુસેના અહીં નિયમિત હવાઈ પેટ્રોલિંગ કરે છે.
 
Whatsapp share
facebook twitter