- દક્ષિણ એશિયામાં ચીનની ચાલ
- પડોશી દેશોમાં ચીનનો પ્રભાવ
- ભારતનું વર્ચસ્વ, દક્ષિણ એશિયામાં નવી દિશા
- દક્ષિણ એશિયામાં શક્તિ સંતુલન
- દક્ષિણ એશિયામાં નવી ભૂમિકા, ભારતનું ઉદય
ભારત હાલમાં વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાંથી એક બની રહ્યું છે, પછી તે લશ્કરી શક્તિની વાત હોય કે આર્થિક સમૃદ્ધિની. અમેરિકાએ અને યુરોપે કોરોના પછી ચીનમાં રોકાણ ઘટાડ્યું છે અને તેનો મોટો હિસ્સો ભારત સહિત અન્ય દેશોમાં થઇ રહ્યો છે. આ ફેરફારથી ચીનને આર્થિક આંચકો લાગ્યો છે અને તેના કારણે ચીનની અર્થવ્યવસ્થા હજુ સુધી સુધરી નથી. ચીન તેનાથી નારાજ છે અને તે સરહદ પર પણ તણાવ પેદા કરીને ભારત પર દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ચીન ભારત વિરુદ્ધ સત્ય નહી હોય તેવા ઘટસ્ફોટ કરીને આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમ છતાં, ચીનની આ યોજનાઓ નિષ્ફળ જઈ રહી છે. ભારત તેના પડોશી દેશો સાથે સારા સંબંધો જાળવી રહ્યું છે, જે ચીન માટે પરેશાનીનું કારણ છે.
બાંગ્લાદેશ અને ચીનની સમસ્યાઓ
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ચીન, અમેરિકા અને યુરોપ સાથે સારા સંબંધો જાળવી રહી હતી. તિસ્તા નદી પર જળાશય પ્રોજેક્ટનો ઉલ્લેખ કરીને, શેખ હસીનાએ કહ્યું હતું કે બાંગ્લાદેશ સારા પ્રસ્તાવને સ્વીકારશે. ચીનને આ પસંદ ન હતું, કારણ કે તે બાંગ્લાદેશમાં કઠપૂતળી સરકાર ઇચ્છે છે.
નેપાળનું ઉદાહરણ
કેપી શર્મા ઓલીએ ચીનના સમર્થનથી નેપાળમાં સરકાર બનાવી હતી અને ભારત સાથેના સંબંધોને સૌથી નીચલા સ્તરે લઇ ગયા હતા. આ વખતે ચીન ફરી ઓલીને સત્તામાં રાખવા માંગે છે, પરંતુ અન્ય રાજકીય પક્ષો અને લોકો સમજી રહ્યા છે કે ચીનની કૃપા પર રહેવું તેમના માટે કેટલું યોગ્ય છે.
શ્રીલંકાની સ્થિતિ
ગોટાબાયા રાજપક્ષેની ચીન સમર્થિત સરકાર શ્રીલંકામાં આર્થિક સંકટમાં મૂકી દીધી હતી. શ્રીલંકાના લોકો એ સમજી ગયા કે આ ચીનના કારણે છે અને ત્યારે ભારતે મુશ્કેલીના સમયે તેમની મદદ કરી હતી.
ભૂટાનના સંબંધો
ભૂતાન અને ભારતના ઐતિહાસિક સારા સંબંધો છે. ચીન ભૂટાનને તેના પકડમાં લેવા માટે મથામણ કરી રહ્યું છે, પરંતુ ભૂટાનના રાજાએ ચીનની યોજનાઓને સમજીને તેની વિરૂદ્ધ યોગ્ય પગલાં લીધા છે.
માલદીવની સ્થિતિ
માલદીવમાં ચીન સમર્થિત મોહમ્મદ મુઇઝ્ઝુની સરકાર છે, જે ચીનની તરફેણમાં ઝૂકી છે. પરંતુ ચીનની દખલથી માલદીવની અર્થવ્યવસ્થામાં નુકસાન થઇ રહ્યું છે.
પાકિસ્તાનનું ઉદાહરણ
ચીને પાકિસ્તાન પર સૌથી પહેલો પ્રયોગ કર્યો હતો, જેના કારણે પાકિસ્તાન નફરતની આગમાં ચીનના આદેશો પર ચાલતું રહ્યું છે. તે હવે ચીનના દેવામાં ડૂબી ગયું છે અને અર્થવ્યવસ્થાને સુધારવા માટે IMF પાસેથી લોન માગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચીનના પડોશી દેશોમાં હસ્તક્ષેપ અને તેની કઠપૂતળી સરકારોના પ્રયાસો ભારત માટે પડકારરૂપ છે, પરંતુ ભારત ચીનની આ નીતિઓનો સફળતાપૂર્વક સામનો કરી રહ્યું છે.
આ પણ વાંચો: શેખ હસીનાનું રાજકીય ભવિષ્ય અંધકારમય, વિશ્વના દરવાજા થયા બંધ