-
Moon ની માટીમાંથી પાણી બનાવી શકાય છે
-
અવલોકનમાં અંતર્મુખ અરીસાઓનો ઉપયોગ કરવામાં આવ્યો
-
1 ટન રેગોલિશને કારણે 50 લોકોને પાણી પૂરું પાડી શકાય
China invent water from lunar soil : ચીનના વૈજ્ઞાનિકોએ અનોખો દાવો કર્યો છે. ચીન પોતાના લોકોને Moon સુધી પહોંચાડવાની તૈયારી કરી રહ્યો છે. તે ઉપરાંત ચીને Moon પર પાણીને લઈને પણ મોટો ખુલાસો કર્યો છે. જોકે નાસા ઉપરાંત ચીન Moon પર પોતાની દુનિયાનું નિર્માણ કરવાની કોશિશ લાંબા સમથી કરી રહ્યો છે. જોકે તાજેરમાં ચીનના એક સેટેલાઈટ દ્વારા Moon પરથી માટી લાવવામાં આવવામાં આવી હતી. ત્યારે આ માટીમાંથી પાણી બનાવવાની કોશિશ ચીન કરી રહ્યું છે.
Moon ની માટીમાંથી પાણી બનાવી શકાય છે
ચીન Moon પરથી લાવવામાં આવેલી માટીમાં સતત અવલોકન કરી રહ્યું છે. ત્યારે આ માટીમાંથી ચીનને અમુક આશ્ચર્યજનક સંકેતો મળી આવ્યા છે. તેના પરથી લાગી રહ્યું છે કે, Moon પર માનવ જીવન શક્ય છે. ચીની વૈજ્ઞાનિક સંસ્થા (CAS) ના નિંગબો ઇન્સ્ટિટ્યૂટ ઑફ મટિરિયલ્સ ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ વિભાગ (NIMTE) આ પ્રયાસમાં આગળ અવલોકન કરી રહી છે. આ પ્રયોગની કમાન પ્રો. જુનકિયાંગ કરી રહ્યા છે. ચીની વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, Moon ની માટીમાંથી પાણી બનાવી શકાય છે.
આ પણ વાંચો: Nova Explosion 2024 ની અસર અંતરિક્ષથી લઈ ધરતી સુધી જોવા મળશે!
Researchers find method to produce water on moon
Chinese researchers have developed a new method that could produce massive amounts of water through the reaction between lunar materials and hydrogen found in surrounding lunar soil. pic.twitter.com/n8sVrseLbS
— China Scientist (@ChinaSciAwards) August 23, 2024
અવલોકનમાં અંતર્મુખ અરીસાઓનો ઉપયોગ કરવામાં આવ્યો
ચીની વૈજ્ઞાનિકોએ Regolith અને હાઈડ્રોજનની વચ્ચે રસાયણિક પ્રક્રિયા કરીને આ અવલોકને પાર પાડ્યું છે. પ્રો. જુનકિયાંગના અનુસાર Regolith ના નમૂના ચાંગ E-5 દરમિયાન મળી આવ્યા હતાં. તેના માધ્યમથી Moon પર પાણીની શક્યતાઓને સરખી રીતે અવલોકન કરી શકાય. જોકે આ Regolith માટે ખાસ પ્રકારના અંતર્મુખ અરીસાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો અંતર્મુખ અરીસાની અંદક એક ગ્રામ Regolith ને મૂકીને 1200K ના ઉપરના તાપમાન પર ગરમ કરીને માલૂમ પડ્યું કે, 51 થી 76 મિલીગ્રામ સુધી Regolith માંથી પાણી બની શકે છે.
1 ટન રેગોલિશને કારણે 50 લોકોને પાણી પૂરું પાડી શકાય
ત્યારે 1 ટન Regolith માંથી 50 લિટર કરતા પણ વધારે પાણીનું નિર્માણ કરી શકાય છે. એટલે જો પીવાના પાણીની 100 બોટલમાં 500 ML ભરી શકાય છે. અંતે Moon પર 1 ટન રેગોલિશને કારણે 50 લોકોને પાણી પૂરું પાડી શકાય છે. ત્યારે Moon ની માટીને લઈ લોકોએ દાવો કર્યો છે કે, જો વિદ્યયુત રસાયણિક રીતે હાઈડ્રોજન અને ઓક્સીજનમાં બદલમાં આવે તો Moon ની હવામાં શ્વાસ લઈ શકાય છે.
આ પણ વાંચો: ISRO Chief S. Somanath : એલિયન્સ આપણી આસપાસ છે, જુઓ વીડિયો