Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ દેશમાં બાળકો નહીં કરી શકે Social Media નો ઉપયોગ

11:07 PM Sep 10, 2024 |
  • બાળકો નહીં કરી શકે Social Media નો ઉપયોગ
  • ઓસ્ટ્રેલિયાની સરકાર પ્રતિબંધ લાવી રહી છે
  • સરકારના નિર્ણયને ટેકો પણ મળી રહ્યો છે અને ટીકા પણ થઇ રહી છે

મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ (mobile Phone and Internet) ના વધતા જતાં ઉપયોગ વચ્ચે, લોકો વધુમાં વધુ સમય સોશિયલ મીડિયા (Social Media) માં વિતાવી રહ્યા છે. દરેક વ્યક્તિ, મોટાં હોય કે નાના, પોતાનું સોશિયલ મીડિયા હેન્ડલ ચલાવે છે. જોકે, ઓસ્ટ્રેલિયાની સરકાર (Australian Government) હવે બાળકોના સોશિયલ મીડિયા (Social Media) પર પ્રતિબંધ લાવવાની યોજના પર કામ કરી રહી છે. મંગળવારે, વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે આ અંગે જાણકારી આપતા કહ્યું કે, આ નિર્ણયની ચર્ચા સમગ્ર દેશમાં ચાલી રહી છે. કેટલાક લોકો સરકારના આ નિર્ણયને ટેકો આપી રહ્યા છે, જ્યારે ઘણા લોકો આ નિર્ણયની ટીકા પણ કરી રહ્યા છે, ખાસ કરીને તે લોકો, જે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.

લઘુત્તમ ઉંમર નક્કી કરવા માટે કાયદાની યોજના

ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને કહ્યું છે કે 2024માં સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ માટે ન્યૂનતમ ઉંમર નક્કી કરવા માટે કાયદો લાવવામાં આવશે. તેમણે કહ્યું, “સોશિયલ મીડિયા બાળકોને વાસ્તવિક જીવનના સંબંધો અને અનુભવોથી દૂર કરી રહ્યું છે.” આ કાયદો બનાવવામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ચર્ચા કરાઇ છે, અને લઘુત્તમ ઉંમર 16 વર્ષ નક્કી કરવાની યોજના છે.

Social Media

જનાતાનું સમર્થન અને વિરોધ

IANSના અહેવાલ મુજબ, ઑગસ્ટમાં થયેલા એક સર્વેમાં, 61 ટકા લોકો 17 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધનું સમર્થન કરી રહ્યા છે. દક્ષિણ ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર પીટર માલિનાઉસ્કસે ભૂતપૂર્વ ફેડરલ ન્યાયાધીશ રોબર્ટ ફ્રેન્ચને 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર પ્રતિબંધ લાવવા માટે કાયદાકીય માર્ગો શોધવા માટે નિમ્યા છે.

આ પણ વાંચો:  100 વર્ષ બાદ પરત ફરેલા Wolf ની ખતરનાક પ્રજાતિનો આતંક, 16 ના લીધા જીવ