+

Crime Conference : IPS અધિકારીઓને CM ની ટકોર, કાયદો તમામ માટે સમાન હોવો જોઈએ, ભેદભાવ ના રાખો

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા (Gujarat Law & Order) ની સ્થિતિ સારી રીતે બની રહે અને પોલીસ વિભાગ માટેના કયા કયા પડકારો છે તેની ચર્ચા માટે ગાંધીનગરમાં ક્રાઈમ કોન્ફરન્સ (Crime Conference)…

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા (Gujarat Law & Order) ની સ્થિતિ સારી રીતે બની રહે અને પોલીસ વિભાગ માટેના કયા કયા પડકારો છે તેની ચર્ચા માટે ગાંધીનગરમાં ક્રાઈમ કોન્ફરન્સ (Crime Conference) નું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી ક્રાઈમ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યાં હોય તેવો ગુજરાતમાં આ પ્રથમ કિસ્સો બન્યો છે. “ત્રણ વાત તમારી, ત્રણ અમારી” યોજનાનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) ના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે બે ભાગમાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ ભાગમાં રાજ્યમાં બનતા ગુનાઓને અટકાવવાની ચર્ચા. જ્યારે બીજા ભાગમાં જુદીજુદી ટેકનૉલોજીનો મહત્તમ ઉપયોગ તેમજ સરકારના અન્ય વિભાગો સાથે સંકલન રાખવા ઉપર ભાર મુકાયો હતો. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay IPS) મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીને પ્રેઝન્ટેશન ઑફ મોમેન્ટો (Presentation of Memento) તરીકે અટલ બ્રિજ (Atal Bridge) ની પ્રતિકૃતિ અપર્ણ કરી હતી.

કમિશનરેટના તમામ DCP ને કેમ સામેલ રખાયા ?

પોલીસ કમિશનરેટમાં ફરજ બજાવતા તમામ DCP ને સ્ટેટ ક્રાઈમ કોન્ફરન્સમાં પ્રથમ વખત સામેલ રખાયા છે. આ પાછળનું કારણ સિનિયર IPS અધિકારીઓની આળસ અને બેદરકારી હોવાનું સામે આવ્યું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ ફોડ પાડીને આ વાત સૌ અધિકારીઓની વચ્ચે કરી હતી. આખા દિવસની કોન્ફરન્સમાં થયેલી ચર્ચા અને માહિતીના આદાન-પ્રદાનની વાત પોલીસ કમિશનરો તેમના તાબાના અધિકારીઓ સુધી પહોંચાડતા ન હતા. પોલીસ કમિશનરો મૂડ આવે તે પ્રમાણે નીચે સુધી વિષયો જાય. ભૂતકાળમાં આવા અનેક દાખલાઓ જોવા મળ્યા છે. ક્રાઈમ કોન્ફરન્સમાં કમિશનરેટમાં ફરજ બજાવતા તમામ નાયબ પોલીસ કમિશનરથી લઈને DGP કક્ષાના અધિકારીઓ કોન્ફરન્સમાં સામેલ રહ્યાં હતાં.

પોલીસ કાર્યવાહીમાં ભેદભાવ ના રાખો : ભુપેન્દ્રભાઈ

એક વ્યક્તિને ક્રાઈમ માટે સજા આપીએ છીએ, VIP માટે વ્યવસ્થા… શબ્દો ભુપેન્દ્ર પટેલ કરતાં CM ના છે, એટલે એક પ્રોબ્લેમ અમારે પણ ત્યાં આવે. હું જે કહેવા માંગુ છું તે કદાચ સમજી ગયા હશો. એક નાની કડીથી ગુનો શોધી શકતા હોવ તો મારા શબ્દોથી તો તમને તકલીફ નહીં જ પડે. પોલીસ અધિકારીબેસ્ટ ડેસ્ટિનેશન ઑફ બિઝનેસ ગુજરાત (Destination Business Gujarat) બન્યું છે તેમાં સૌથી મોટો-મહત્વનો ફાળો હોય તો તે આપ સૌનો છે, પોલીસ વિભાગનો છે. સૌથી વધુ વિદેશી રોકાણ ગુજરાત (Foreign Investment in Gujarat) માં આવ્યું છે તેનું કારણ Law & Order ની સ્થિતિ છે.

કોન્ફરન્સમાં કેટલાંક IPS અધિકારી ફોનમાં મશગુલ

સાયબર ક્રાઈમ નું પ્રેઝન્ટેશન માત્ર ચર્ચા માટે નહીં નીચે સુધી લઈ જવું પડશે. ક્રાઈમ કોન્ફરન્સની ચર્ચા તમારા પોલીસ સ્ટેશનના SHO (Station House Officer) સુધી નહીં પહોંચે તો તેનો કોઈ મતલબ નથી. વિષયો નીચે સુધી ના પહોંચે તો બધી ચર્ચા પાણીમાં જાય છે. આ વિષયો માત્ર તમારા સુધી રાખવા માટે નથી આપ્યા. કોન્ફરન્સ દરમિયાન કેટલાંક IPS અધિકારીઓ HM ના સંબોધન દરમિયાન મોબાઈલ ફોનમાં મશગુલ જોવા મળ્યાં હતાં અને આ કારણોસર હર્ષ સંઘવીને ટકોર કરવાની ફરજ પડી હતી. સંઘવીએ કહ્યું કે, જેટલાં વ્યસ્ત ઓફિસરો હાથમાં મોબાઈલ ફોન લઈને બેઠાં છે આ બધાં જ લોકો પોતાનો મોબાઈલ બહાર ડ્રાઈવરને આપી દે. કોઈએ કોન્ફરન્સમાં મોબાઈલ ફોન અંદર લાવવાનો નથી.

આ પણ વાંચો : ગુજરાત પોલીસમાં જુનિયરને ‘સાહેબ’ બનાવવાનો ટ્રેન્ડ ? કમિશનકાંડમાં બદનામ IPS મનોજ અગ્રવાલની ફરી થઈ બદલી

Whatsapp share
facebook twitter