Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ચૂંટણી પહેલા રાજ્યમાં આટલા લાખ લીટર દારૂ ઝડપાયો, તો પ્રોહિબિશનના 21 હજારથી વધારે કેસો, જાણો ECની કેવી છે તૈયારી

08:29 PM Apr 22, 2023 | Vipul Pandya

Gujatat Elections 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના નગારે ઘા વાગી ચુક્યા છે.એક તરફ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતની રાજકિય પાર્ટીઓ ગુજરાતની ગાદી મેળવવા માટે મેદાન-એ-જંગ માટે તૈયાર છે. બીજી તરફ ચૂંટણીપંચે સમગ્ર તૈયારીઓ કરી લીધી છે. ચૂંટણી પહેલા દરેક ગતિવિધિઓ પર ચૂંટણીપંચની નજર રહેલી છે. આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચની તૈયારીઓ અંગે મુખ્ય ચૂંટણી અધિકારીની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ચૂંટણીપંચે અત્યાર સુધી કરેલી કામગીરીની વિગતો આપી હતી.
મુખ્ય ચૂંટણી અધિકારીની પત્રકાર પરિષદ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠક માટે આગામી તા. 01 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની આખરી તા.17 નવેમ્બર પછી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર હવે કુલ 788 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં 65-મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ, જ્યારે સુરતના 163-લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા અધિકૃત અધિકારી કે પોલીસ અધિકારી સિવાય કોઈપણ વ્યક્તિ મતદાન મથકની અંદર કે મતદાન મથકના 100 મીટર ત્રિજયાના વિસ્તારમાં સેલ્યુલર ફોન-મોબાઇલ ફોન, કૉડલેસ ફોન કે વાયરલેસ સેટ લઈ જઈ શકશે નહીં.

ઉમેદવારી પત્રો
બે તબક્કામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં પ્રથમ તબક્કાનું મતદાન તા.01 ડિસેમ્બરના રોજ યોજાશે. પ્રથમ તબક્કા માટે તા.05 નવેમ્બરથી તા.14 નવેમ્બર સુધી કુલ 1,362 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યાં હતા. તા.15 નવેમ્બરના રોજ ચકાસણીના અંતે કુલ 999 ઉમેદવારોના ઉમેદવારી પત્ર માન્ય રહ્યા હતા. ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની આખરી તા.17 નવેમ્બર પછી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર હવે કુલ 788 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. બીજા તબક્કાનું મતદાન તા.05 ડિસેમ્બરના રોજ યોજાશે. બીજા તબક્કા માટે તા.10 નવેમ્બરથી તા.17 નવેમ્બર સુધીમાં કુલ 1515 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે. તા.18 નવેમ્બરના રોજ ચકાસણી થશે. તા.21 નવેમ્બર સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે. બીજા તબક્કામાં 93 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે.

પ્રચાર-પ્રસાર માટે વાહન પરવાનગી
અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીના 190 LED વાહનો, 09 ટેબ્લો, 04 પદાધિકારીઓ અને 40 સ્ટાર કેમ્પેઇનરોને વાહનના ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના 111 LED વાહનો, 11 ટેબ્લો અને ડી.જે. પ્રકારના 05 વાહનોને પરવાનગી આપવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટીના 20 સ્ટાર પ્રચારકોને વાહનના ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી છે. આમ, એકંદરે 390 વાહનોને કેન્દ્રિયકૃત ધોરણે પરવાનગી આપવામાં આવી છે.
દિવ્યાંગજનો અને વરિષ્ઠ મતદારો માટે ખાસ સુવિધા
ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. તેમણે કહ્યું હતું કે દિવ્યાંગ મતદારોને મતદાન મથક ઉપર વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તેમને આવવા- જવા માટે નિઃશુલ્ક વાહન સુવિધા અને પોસ્ટલ બેલેટની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે દ્રષ્ટિહિન મતદારોને એક સાથીદારને સાથે લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે. તેમજ શ્રવણ અને વાક નિ:શક્તતા ધરાવતા મતદારો માટે સાંકેતિક ભાષામાં મતદાન પ્રક્રિયાની સમજ આપતા પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નહિં, દરેક જિલ્લા મથકે સહાયતા માટે બ્રેઈલ લીપી જાણતાં તજજ્ઞોની સેવાઓ લેવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને કોવિડ-19 શંકાસ્પદ અથવા પ્રભાવિત કક્ષામાં સમાવેશ મતદારોને પોસ્ટલ બેલેટથી મતદાન માટે ફોર્મ 12-ડી વિતરણ કરવામાં આવે છે. જેમાં કુલ નોંધાયેલા મતદારો 12,26,911 પૈકી 8,60,262ને ફોર્મ-12 ડી વિતરણ કરાયું છે. 

પ્રચાર-પ્રસાર માટે વાહન પરવાનગી
અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીના 190 LED વાહનો, 09 ટેબ્લો, 04 પદાધિકારીઓ અને 40 સ્ટાર કેમ્પેઇનરોને વાહનના ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના 111 LED વાહનો, 11 ટેબ્લો અને ડી.જે. પ્રકારના 05 વાહનોને પરવાનગી આપવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટીના 20 સ્ટાર પ્રચારકોને વાહનના ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી છે. આમ, એકંદરે 390 વાહનોને કેન્દ્રિયકૃત ધોરણે પરવાનગી આપવામાં આવી છે.
ખર્ચ દેખરેખ નિયંત્રણ
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા રાજ્યમાં હાલમાં 710 ફ્લાઈંગ સ્કૉડ અને 1,058 સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત છે. અત્યાર સુધીમાં રૂ.17713.55 લાખની કુલ જપ્તી કરવામાં આવી છે, જેમાં રૂ.2241.75 લાખની રોકડ, 2.48 લાખ લિટરથી વધુ રૂ.894.72 લાખની કિંમતનો દારૂ, 818.19 કિલો જેટલું રૂ.6156.09 લાખનું ડ્રગ્સ અને રૂ.806.45 લાખની કિંમતનું સોનું અને ચાંદી જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે રૂ.7614.54 લાખની કિંમતની અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. જેમાં ચાઈનીઝ રમકડાં, મોટરકાર, મોટરસાયકલ, મોબાઈલ ફોન, તમાકુ તથા પાન મસાલાનો સમાવેશ થાય છે.  

કાર્યવાહી
વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ અત્યાર સુધીમાં કુલ 21,704 કેસો કરવામાં આવેલ છે. જેમાં 17,789 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.  ઉપરોક્ત કેસોમાં રૂ. 17,88,070નો દેશી દારૂ રૂ. ૯,૦૪,૪૮.૦૫૩નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા રૂ. 13,44,98,304ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 22,67,34,427નો મુદ્દામાલ પકડવામાં આવેલ છેય રાજ્યમ iCriminal Procedure Code, 1973 હેઠળ 1,86,850 કેસો , Gujarat Prohibition Act, 1949 હેઠળ 18,763 કેસો , Gujarat Police Act, 1951 હેઠળ કેસો તથા PASA Act, 1985 હેઠળ 178 કેસો એમ વિવિધ કલમો હેઠળ કુલ 2,05,852 અટકાયતી પગલાં અંગેની કામગીરી કરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.