+

Chhotaudepur Congress Leader: ગુજરાત જિલ્લામાં લોકસભા ચૂંટણી પહેલા વધુ એક કોંગ્રેસ નેતાએ બદલી પાર્ટી

Chhotaudepur Congress Leader: છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી અને કોંગ્રેસ (Congress) નેતા નારણભાઈ રાઠવાએ કેસરિયા ઘારણ કર્યો છે. ત્યારે જિલ્લાના ભાજપ (BJP) કાર્યાલય ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. વધુ એક…

Chhotaudepur Congress Leader: છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી અને કોંગ્રેસ (Congress) નેતા નારણભાઈ રાઠવાએ કેસરિયા ઘારણ કર્યો છે. ત્યારે જિલ્લાના ભાજપ (BJP) કાર્યાલય ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.

  • વધુ એક કોંગ્રેસ નેતાએ કેસરીયા ધારણ કર્યો
  • છોટાઉદેપુર જિલ્લામાં ખુશીની લહેર જોવા મળી
  • ભાજપ કાર્યલયમાં પુષ્પગુચ્છ આપવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લામાં ખુશીની લહેર જોવા મળી

છોટાઉદેપુર લોકસભા (Lok Sabha) વિસ્તારના આદિવાસી અને કોંગ્રેસી (Congress) અગ્રણી નારણભાઈ રાઠવા સંગ્રામસિંહ રાઠવાનો ગાંધીનગર ભાજપ (BJP) પ્રદેશ કાર્યાલયમાં ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ થતા છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

Chhotaudepur Congress Leader

Chhotaudepur Congress Leader

તેઓ પોતાના નિવાસસ્થાને આવતા છોટાઉદેપુર જિલ્લા ભાજપ (BJP) ના કાર્યકરોના ટોળે ટોળા આવ્યા હતા. તેમજ આ વિસ્તારના વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો તેમનું બહુમાન કરવા માટે તેમના નિવાસ્થાને ઉમટી પડ્યા હતા. આજરોજ છોટાઉદેપુર જિલ્લા ભાજપ (BJP) દ્વારા તેઓનો જિલ્લા કાર્યાલયમાં બહુમાન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું.

ભાજપ કાર્યલયમાં પુષ્પગુચ્છ આપવામાં આવ્યું

જેમાં જિલ્લા ભાજપ (BJP) પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા મહામંત્રી મેહુલભાઈ પટેલ, જિલ્લા ભાજપ (BJP) પૂર્વ પ્રમુખ જશુભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા તેમજ છોટાઉદેપુર જિલ્લા ભાજપ (BJP) વિવિધ સેલના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ (BJP) માં પ્રવેશ મેળવનાર નારણભાઈ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નારણભાઈ રાઠવાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની ધુરાને આગળ ધપાવવાનો હુંકાર ભર્યો હતો. દેશની વિકાસની ગાથામાં સહભાગી બનવાના પ્રયત્નો કરીશું. સાથે જિલ્લા ભાજપ (BJP) કાર્યાલય ખાતે તેઓનું બહુમાન કરનાર તમામ નાના-મોટા કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: Free Education Provide: છેલ્લા 10 વર્ષથી અવિરત નિ:શુલ્ક શિક્ષણ આપી રહ્યા પિતા અને સંતાનો

Whatsapp share
facebook twitter