Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Chhotaudepur: 200 થી 300 જેટલા પેન્શનરોને નથી મળ્યું છેલ્લા બે માસથી પેન્શન, જાણો શું છે કારણે….

08:08 PM Oct 05, 2024 |
  1. પેન્શનર મંડળના જિલ્લા પ્રમુખે જિલ્લા કલેકટરના દ્વાર ખખડાવ્યા
  2. દરેક તાલુકામાંથી ફરિયાદો મળી કે પેન્શન મળતું નથી
  3. કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, ફોર્મમાં કેટલીટ ક્ષતિઓ રહી ગઈ છે

Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લાના 200 થી વધારે પેન્શનરો બે મહિનાથી પેન્શનથી વંચિત રહેતા જિલ્લા પેન્શન મંડળ મેદાને આવ્યું છે. નોંધનીય છે કે, જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી પેન્શનરોને સત્વરે પેન્શન મળે તેવી માંગ કરી છે. છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં વિવિધ સરકારી કચેરીમાં ફરજ બજાવી ચૂકેલા 4900 જેટલા પેન્શનરો દર માસિક પેન્શન મેળવે છે. જેઓને વર્ષમાં એક વખત તેઓની હયાતીના પુરાવા રજૂ કરવાના હોય છે. જેની કસરતમાં આ વર્ષે કેટલાક પેન્શનરો અટવાઈ ગયા છે. જેમાં પેન્શનરો ના કહ્યા પ્રમાણે તેઓ દ્વારા નિયમિત રીતે બેંકમાં પેન્શન ફોર્મ જમા કરાવ્યું છે.

 આ પણ વાંચો: Gondal: પ્રાચીન સંસ્કૃતિ અને સંસ્કારની સાથે આધુનિકતાનો સમન્વય, જુઓ આ અદભુત તસવીરો

ફોર્મ તેમજ પુરાવાઓમાં ક્ષતિઓ હોવાનું કચેરીના સૂત્રોએ જણાવ્યું

જો કે, આ મામલે એવું પણ જાણવા મળ્યું છે કે, જિલ્લા તિજોરી ખાતે ફોર્મ નહીં મળ્યા નથી, તો ક્યાંકને ક્યાંક ફોર્મ તેમજ પુરાવાઓમાં કેટલીક ક્ષતિઓ હોવાનું પણ કચેરી સૂત્રો જણાવી રહ્યા છે. અહીં વાત એ છે કે, બેન્ક અને કચેરીના ક્યાંકને ક્યાંક મિસ મેનેજમેન્ટનો ભોગ હાલ તો પેન્શનરો બની રહ્યા છે. બે માસથી પેન્શનથી વંચિત રહ્યા હોવાના ચોકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. જેને લઇ જિલ્લા પેન્શનર મંડળ મેદાને આવ્યું છે. જેઓની રજૂઆત પ્રત્યે જિલ્લા કચેરી ઉપેક્ષા કરતા હોવાના આક્ષેપ સાથે પેન્શનરોના જીવન નિર્વાહ સામે ઉભા થયેલા સવાલોને લઈ જિલ્લા પ્રમુખે કચેરીની કામગીરી સામે પોતાનો રોષ પણ ઠાલવ્યો છે.

આ પણ વાંચો: Bharuch: ચોરોની શંકાએ 5 ભિક્ષુકોને માર માર્યો, પોલીસની તપાસમાં નિર્દોષ હોવાનો ભાંડો ફૂટ્યો

જિલ્લા કલેકટર દ્વારા સત્વરે નિકાલની ખાતરી આપવામાં આવી

આ અંગે Chhotaudepur જિલ્લા કલેકટરને પણ રજૂઆત કરવામાં આવી છે. જોકે જિલ્લા કલેકટર દ્વારા સત્વરે નિકાલની ખાતરી આપવામાં આવી છે. પરંતુ હાલ તો પેન્શનરો બે માસથી પેન્શનથી વંચિત હોવાથી તેઓના જીવન નિર્વાહ અંગે ચિંતાઓ ઊભી થવા પામી છે. હાલ નવરાત્રીના પાવન પર્વ ચાલતો હોય અને આગામી દિવસોમાં દિવાળી દશેરા જેવા તહેવારો આવી રહ્યા હોવાથી મંડળના પ્રમુખે સત્વરે નિકાલની માંગણી કરી છે. જો સમયસર નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

અહેવાલઃ તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો: Gujarat: ગરબાના રંગમાં ભંગ પડી શકે છે મેઘરાજા, અંબાલાલ પટેલ કરી વરસાદની આગાહી