Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

chhota udaipur: એકલવ્ય મોડેલ સ્કૂલની ઘટના બાદ જિલ્લા પ્રભારીએ કરી મુલાકાત

10:46 PM Jul 19, 2024 | Hiren Dave

chhota udaipur: પુનિયાવાંટ એકલવ્ય મોડેલ સ્કૂલ(Eklavya Model School)ની મુલાકાતે છોટાઉદેપુર (chhota udaipur)જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર પહોંચ્યા હતા. જ્યાં પ્રવેશ કરતાની સાથે જ પ્રથમ દૃષ્ટિએ શાળા સંકુલમાં સ્વચ્છતાનો દેખીતો અભાવ જોવા મળી આવતા મંત્રી દ્વારા શાળા સંચાલકોને ટકોર કરી હતી.આ સાથે એકી સાથે 123 જેટલા બાળકોને વાયરલ ઇન્ફેક્શનની અસર એક જ શાળા પરિસરમાં થતા અને બાજુમાં આવેલ અન્ય શાળાઓમાં આવી કોઈ વાયરલ ઇન્ફેક્શનની અસરના વર્તાઈ હોય તે અંગે પ્રશ્નાર્થ ઊભા કર્યા હતા.જોકે તંત્ર દ્વારા બાળકોને વાયરલ ઇન્ફેક્શનની અસરના કારણે જ બાળકો માંદા પડ્યા હોવાનો દાવો કરાયો હતો.

 

123 જેટલા બાળકો બીમાર થયા હોવાનો મામલો

પુનિયાવાંટ એકલવ્ય મોડલ સ્કૂલમાં 12 જુલાઈના રોજ એકી સાથે 123 જેટલા બાળકો બીમાર થયા હોવાનો મામલો સામે આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો. જોકે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક દવાખાનામાં સારવાર લઈને રહેલા બાળકોની મુલાકાતે પહોંચી અપાતી સારવારનું નિરીક્ષણ અને જરૂરી સૂચના કરવામાં આવ્યા હતા. તાબડતોડ વડોદરા એસએસજી હોસ્પિટલમાંથી વિશેષ તબીબોની ટીમ પણ બોલાવવામાં આવી હતી. જેને લઇ પરિસ્થિતિ કાબુમાં તો આવી ગઈ હતી. પરંતુ શાળા દ્વારા અપાતા ભોજનની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા હતા.

ત્યારે આજે આ મામલે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમાર દ્વારા શાળા પરિસર ની મુલાકાત લેતા પ્રથમ દૃષ્ટિએ શાળા સંકુલમાં સ્વચ્છતાનો દેખીતો અભાવ જોવા મળી આવ્યો હતો. જેને લઇ જવાબદારોને સ્વચ્છતા જાળવવા ટકોર કરી હતી. તેમજ ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલયની પણ મંત્રી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જે દરમિયાન જિલ્લા આરોગ્ય અધિકારી એમ. ટી. છારી બીમાર બાળકોની માહિતી આપતા હતા ત્યારે મંત્રી દ્વારા  પ્રશ્નાર્થ કરેલ કે એકી સાથે આ સંકુલમાં બાળકોને વાયરલ ઇન્ફેક્શન થયું તો અન્ય શાળામાં કોઈ અસર કેમ નહીં….? જોકે તંત્ર દ્વારા એક સાથે એક જ પરિસરમાં બાળકો રહેતા હોવાથી વાયરલ ઇન્ફેક્શન થયો હોવાના દાવા ને પકડી રાખ્યો હતો….!

અહેવાલ -તૌફિક શેખ-છોટાઉદેપુર

આ પણ  વાંચો  –Chandipuram virus: આરોગ્ય મંત્રી હિંમતનગર સિવિલમાં દોડી આવ્યા, PICU વોર્ડની મુલાકાત લીધી

આ પણ  વાંચો  Gujarat Rainfall Alert: IMD એ કરી આગાહી, ગુજરાતના 12 જિલ્લામાં મેઘ મહેર મચાવશે કહેર

આ પણ  વાંચો  –Panchmahal:વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્નાર્થ! શાળાના બદલે ખાનગી મકાનમાં ભણવા મજબુર બન્યા