- Chhattisgarh માં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી
- એનકાઉન્ટરના ત્રણ મહિલા નક્સલવાદીઓ ઠાર
- સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ
સુરક્ષા દળોએ છત્તીસગઢ (Chhattisgarh)ના નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં ત્રણ મહિલા નક્સલવાદીઓને ઠાર માર્યા છે. પોલીસ અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદ પર અબુઝહમદ વિસ્તારમાં સુરક્ષા દળોએ ત્રણ યુનિફોર્મધારી મહિલા નક્સલવાદીઓને ઠાર માર્યા છે.
તેમણે કહ્યું કે નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદ પર અબુઝહમદ વિસ્તારમાં માઓવાદીઓની હાજરીની માહિતી પર સુરક્ષા દળોને પેટ્રોલિંગ પર મોકલવામાં આવ્યા હતા. આ ટીમમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG), STF અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનો સામેલ હતા.
આ પણ વાંચો : PM મોદીનો અમેરિકામાં જોરદાર ક્રેઝ, New York માં ઈવેન્ટની ક્ષમતા કરતાં બમણી ટિકિટ વેચાઈ
નક્સલીઓએ ગોળીબાર શરૂ કર્યો…
અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે ટીમના સૈનિકો વિસ્તારમાં પહોંચ્યા ત્યારે નક્સલવાદીઓએ આજે સવારે લગભગ 8 વાગ્યે ગોળીબાર શરૂ કરી દીધો હતો. બાદમાં જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. તેમણે કહ્યું કે બંને તરફથી વચ્ચે-વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં ઘટના સ્થળેથી ત્રણ મહિલા નક્સલીઓના મૃતદેહ, હથિયારો અને અન્ય વસ્તુઓ મળી આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં સુરક્ષા દળોના જવાનો સુરક્ષિત હોવાની માહિતી મળી છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે એન્કાઉન્ટર અંગે વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : TV અભિનેત્રીના અશ્લીલ વીડિયો પર હોટલને નોટિસ