- રાજધાની બુડાપેસ્ટમાં Olympiad નું આયોજન કરવામાં આવ્યું
- દરેક પરિસ્થિતિમાં ભારતને ગોલ્ડ મળવો, એ નિશ્ચિત હતું
- ચીનને હરાવ્યા બાદ ભારતીય મહિલા ખેલાડીઓનું મનોબળ ઉંચુ
Chess Olympiad 2024 : ભારતીય શતરંજ ખેલાડી Gukesh D એ ચેસ ઓલિંપિયાડ 2024 માં ઈતિહાસ રચ્યો છે. Gukesh D એ અંતિમ મેચમાં કુશળતાથી ભારતને સૂવર્ણ પદક અપાવ્યો છે. ત્યારે Gukesh D એ 45 માં ઓલિંપિયાડમાં વિશ્વ સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. 45 માં ઓલિંપિયાડની Chess Olympiad ના 10 માં રાઉન્ડમાં ભારતીય ખેલાડિએ અમેરિકાના ખેલાડીને માત આપીને સુવર્ણ પદક પોતાના નામે કર્યું છે. Gukesh D એ અંતિમ રાઉન્ડનમાં ફાવિયાનો કારુઆનાને માત આપી હતી.
રાજધાની બુડાપેસ્ટમાં ઓલિંપિયાડનું આયોજન કરવામાં આવ્યું
તે ઉપરાંત પ્રજ્ઞાનાનંદાએ સ્લોવેનિયાની વિરુદ્ધ 11 માં રાઉન્ડમાં બાજી પોતાના હાથમાં કરી છે. તે ઉપરાંત મહિલા ચેસ ખેલાડીઓએ પણ Chess Olympiad માં ભારતીય મહિલાઓની શાનમાં વધારો કર્યો છે. આજરોજ યોજાયેલી ઓલિંપિયાડના Chess Olympiad માં મહિલા ચેસ ટીમે સુવર્ણ પદક હાંસલ કર્યું છે. મહિલા ચેસ ટીમે 3.5-0.5 સાથે અજરબેજાનને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું છે. જોકે વર્ષ 2014 અને 2022 માં પણ ભારતીય મહિલા ચેસ ખેલાડીઓેએ બ્રોન્ઝ મેડલ ભારતના ખોળે આપ્યો હતો.
આ પણ વાંચો: Olympics 2024 બાદ આ સ્પર્ધાના રણમેદાનમાં ઉતરશે નીરજ ચોપરા
દરેક પરિસ્થિતિમાં ભારતને ગોલ્ડ મળવો, એ નિશ્ચિત હતું
ત્યારે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં ઓલિંપિયાડનું આયોજન કરવામાં આવ્યું છે. તેના અંતર્ગત યોજવામાં આવેલી Chess Olympiad માં ગ્રેન્માસ્ટર અને વિશ્વ ચૈંપિયનયન Gukesh D એ ફાબિયાનો કારુઆનાને હરાવીને પુરુષ કેટેગરીમાં પ્રથમવાર સુવર્ણ પદક હાંસલ કરીને ચેસ ક્ષેત્રે ભારત માટે ઈતિહાસ રચ્યો છે. જોકે ભારત Chess Olympiad માં 11 માં રાઉન્ડમાં હારનો સામનો કરે, તો પણ અન્ય ટીમની સરખામણીમાં બરાબર સ્કોર હતો. તે ઉપરાંત ટ્રાઈ બ્રેકરમાં પણ ભારતનો સ્કરો વધારે રહ્યો છે. જેના કારણે દરેક પરિસ્થિતિમાં ભારતને ગોલ્ડ મળવો, એ નિશ્ચિત હતું. તે ઉપરાંત ચેસ ટુનાર્નામેન્ટમાં ભારત 19 અંક સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી મોખરે છે.
ચીનને હરાવ્યા બાદ ભારતીય મહિલા ખેલાડીઓનું મનોબળ ઉંચુ
ભારતીય મહિલા ટીમના ખેલાડીઓએ 10 મા રાઉન્ડમાં ચીનને 2.5-1.5 થી હરાવીને પોતાના કાફલાને આગળ વધાર્યો હતો. આ પહેલા ભારતની અમેરિકા સાથેની મેચ ડ્રો રહી હતી. જો કે હવે ચીનને હરાવ્યા બાદ ભારતીય મહિલા ખેલાડીઓનું મનોબળ ઉંચુ થયું છે. ભારતીય ટીમે શાનદાર વાપસી કરી છે. ભારતીય મહિલા ટીમમાં અત્યાર સુધી માત્ર દિવ્યા દેશમુખે જ જીત મેળવી છે જ્યારે વંતિકા અગ્રવાલ, વૈશાલી અને હરિકાએ મેચ ડ્રો કરી હતી.
આ પણ વાંચો: Diamond League માં હારનો ખુલાસો Neeraj Chopra એ કર્યો,જાણો કારણ