+

Vadodara: 31 ડિસેમ્બર ને લઇ વડોદરા શહેર માં ઠેર ઠેર ચેકિંગ

વર્ષ 2023 પૂર્ણ થવા જઇ રહ્યું છે ત્યારે 31 ડિસેમ્બરે વર્ષના આખરી દિવસ હોય તેની ઉજવણી કરતા હોય છે. જેમાં નવયુવાનો નશો કરીને વાહન હંકારી અન્ય લોકોના જીવ જોખમમાં મુકતા…

વર્ષ 2023 પૂર્ણ થવા જઇ રહ્યું છે ત્યારે 31 ડિસેમ્બરે વર્ષના આખરી દિવસ હોય તેની ઉજવણી કરતા હોય છે. જેમાં નવયુવાનો નશો કરીને વાહન હંકારી અન્ય લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે. જેને લઇને પોલીસ સહિત વિવિધ એજન્સી દ્વારા વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે.

વડોદરા પોલીસ દ્વારા રાત્રીના સમયે ચેકિંગ ધરાયું હાથ

તેના અંતર્ગત પોલીસે રાજ્યના તમામ શહેર ગામડાંઓમાં ચેકિંગ શરું કર્યું છે. તેને ધ્યાનમાં રાખતાં વડોદરા શહેરમાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના આદેશથી વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયુ છે. આ મુહિમ ડ્રગ્સ અને દારૂનું સેવન કરનારાને પકડવા માટે શરું કરવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ અને SOG સંયુકત રીતે કરી ચેકિંગ રહી છે.

પોલીસ ચેકિંગમાં  અબોન કીટ અને બ્રેથ એનલાઇઝરનો ઉપયોગ થઈ રહ્યો

SOG ની ટિમ દ્વારા ખાસ અબોન કીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અબોન કીટની મદદથી લારના નમૂના લઇ સ્થળ પર જ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એબોન કીટ સાથે બ્રેથ એનલાઇઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાત્રીના સમયે એસઓજી પોલીસ દ્વારા માંજલપુર વિસ્તારમાં અટલાદરા ચેક પોસ્ટ વિસ્તારમાં વાહન ચાલકોને ઉભી રાખીને બ્રેથ એનાલાઇઝ તથા એબોટ કિટ દ્વારા આ વાહન ચાલકોએ નશો કરેલો છે કે નહી તેનું ચેકિંગ કરાયું હતું.

આ પણ વાંચો: Palanpur: બનાસકાંઠાના પાલનપુરની ધરા ઉપર અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ બનશે

 

Whatsapp share
facebook twitter