Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ અને T20 મેચોનાં શેડ્યૂલમાં ફેરફાર

06:35 AM Apr 18, 2023 | Vipul Pandya

BCCIએ ભારત અને શ્રીલંકા
વચ્ચેની ટેસ્ટ અને
T20 મેચોનાં શેડ્યૂલમાં ફેરફાર
કર્યા છે. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર
, બંને દેશો વચ્ચે પ્રથમ
બે મેચની ટેસ્ટ સીરિઝ રમાવાની હતી. હવે
BCCI25 ફેબ્રુઆરીથી T20 સીરિઝ યોજાવાની જાહેરાત
કરી છે. ત્યારબાદ ભારત અને શ્રીલંકા વચ્ચે
4 થી 16 માર્ચ દરમિયાન ટેસ્ટ સીરિઝ રમાશે. લખનઉ અને ધર્મશાળામાં
T20 મેચનું આયોજન કરવામાં આવશે. તેવી જ રીતે મોહાલી
અને બેંગ્લોરમાં ટેસ્ટ મેચ રમાશે.


ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલા રમાશે T20 

જૂના શેડ્યૂલ અનુસાર, શ્રીલંકાનાં ભારત પ્રવાસની શરૂઆત 25 ફેબ્રુઆરીએ
રમાનારી પ્રથમ ટેસ્ટ મેચથી થવાની હતી. પ્રથમ ટેસ્ટ બેંગ્લોરમાં અને બીજી ટેસ્ટ 5 માર્ચથી
મોહાલીમાં રમાવાની હતી. ટેસ્ટ સીરિઝ બાદ ટીમ ઈન્ડિયાને ત્રણ મેચની
T20 સીરિઝ રમવાની હતી. પ્રથમ T20 મોહાલીમાં, બીજી ધર્મશાળામાં
અને ત્રીજી લખનઉમાં રમવાની હતી. જો કે, હવે ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે
T20 સીરિઝની પ્રથમ મેચ 24 ફેબ્રુઆરીએ લખનઉમાં રમાશે. જ્યારે બીજી અને ત્રીજી T20 26 અને 27 ફેબ્રુઆરીએ ધર્મશાળામાં રમાશે. અગાઉ T20 મેચ 13 માર્ચથી શરૂ થવાની હતી.

સુધારેલ સમયપત્રક નીચે મુજબ છે-

  • 24 ફેબ્રુઆરી – પહેલી T20, લખનઉ
  • 26 ફેબ્રુઆરી – બીજી T20, ધર્મશાલા
  • 27 ફેબ્રુઆરી – ત્રીજી T20, ધર્મશાલા
  • 4-8 માર્ચ – પ્રથમ ટેસ્ટ, મોહાલી
  • 12-16 માર્ચ – બીજી ટેસ્ટ (ડે-નાઈટ), બેંગલુરુ

 

આપને જણાવી દઈએ કે, શ્રીલંકા અને ભારત વચ્ચે રમાનારી T20 અને ટેસ્ટ સીરિઝ માટે હજુ સુધી ટીમની જાહેરાત
કરવામાં આવી નથી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વર્તમાન સીરિઝ બાદ ટીમોની જાહેરાત
કરવામાં આવશે.