Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Chandipura Virus : જીવલેણ વાઇરસ ફેલાવનાર Sand Flies કેવી દેખાય છે ? જુઓ Video

08:10 PM Jul 18, 2024 | Vipul Sen

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે (Chandipura Virus) હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી ચાંદીપુરાનાં 29 શંકાસ્પદ કેસ નોંધાયો છે. જ્યારે 15 દર્દીઓનાં મૃત્યુ થયા છે. ચાંદીપુરા વાઇરસે રાજ્યનાં આરોગ્ય વિભાગને દોડતું કર્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) પણ આ રોગચાળાને અંકુશમાં લેવા માટે વિભાગને સૂચના આપી છે. તેમણે આજની એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, સેન્ડ ફ્લાય (Sand Flies) એટલે કે માખી દ્વારા આ રોગ ફેલાતો હોવાથી તેનો નાશ કરવા પાવડરનો છંટકાવ કરવામાં આવશે. ત્યારે આ સેન્ડ ફ્લાય માખી કેવી દેખાય છે તેનો એક વીડિયો સામે આવ્યો છે.

ચાંદીપુરા વાઇરસથી 15 બાળકોનો મોત

રાજ્યમાં જીવલેણ રોગચાળો ચાંદીપુરા વાઇરસે (Chandipura Virus) ત્રાહિમામ મચાવ્યો છે. આ વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 29 સુધી પહોંચી છે ત્યારે 15 જેવા દર્દીઓના મૃત્યુ થયા છે. અમદાવાદ (Ahmedabad), પોરબંદર, કપડવંજ, ગોધરા, મહેસાણા (Mehsana), પંચમહાલ સહિતનાં વિસ્તારોમાં ચાંદીપુરા વાઇરસના કેસ નોંધાયા છે. આ વાઇરસના કારણે રાજ્યમાં 15 જેટલા બાળકોનાં જીવ ગયા છે. ત્યારે આ જીવલેણ રોગચાળો સેન્ડ ફ્લાય માખી દ્વારા ફેલાતો હોવાનું સામે આવ્યું છે.

સેન્ડ ફ્લાય માખીનો વીડિયો આવ્યો સામે

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસ ફેલાવનાર સેન્ડ ફ્લાય (Sand Flies) માખીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વ્યક્તિ કહેતા સંભળાય છે કે માખીનું બ્રિડિંગ (Breeding) જમીનમાં થાય છે. તેને પાણીની જરૂર હોતી નથી. આ માખીઓ સિઝનેબલ હોય છે. જો કે, રાજ્યમાં ચાંદીપુરા વાઇરસને અંકુશમાં લેવા માટે આરોગ્ય વિભાગે (Health Departhment) તૈયારીઓ શરૂ કરી છે. સેન્ટ ફ્લાય માખીઓનાં નાશ માટે રાજ્યભરમાં દવાના છંટકાવ માટેનાં આદેશ આરોગ્ય મંત્રી (Rishikesh Patel) દ્વારા આપવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો – Chandipura Virus : રાજ્યમાં મૃત્યુઆંક 20 એ પહોંચ્યો, CM ની બેઠક, કોંગ્રેસ નેતાનો મુખ્યમંત્રીને પત્ર

આ પણ વાંચો – VADODARA : ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 બાળકો સારવાર હેઠળ

આ પણ વાંચો – Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનો પગપસેરો! અત્યાર સુધી 14 નાં મોત