- ડીપ ડીપ્રેશન હાલ જામનગર અને દ્વારકા ઉપર સ્થિર
- સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે અતિભારે વરસાદની શક્યતાઓ
- આગામી 2 દિવસ ડીપ ડિપ્રેશનની મૂવમેન્ટની જુઓ તસવીરો
Deep Depression : મધ્યપ્રદેશ તરફથી ગુજરાતમાં પ્રવેશેલા ડીપ ડિપ્રેશને (Deep Depression) રાજ્યમાં તબાહી મચાવ્યા બાદ આજે બપોરે 12-30 વાગે ડીપ ડિપ્રેશન અરબ સાગર તરફ ફંટાયુ છે અને હાલ જામનગર અને દ્વારકા ઉપર સ્થિર થયેલું છે. અહીં તસવીરો દ્વારા અમે આપને બતાવીશું કે આગામી 2 દિવસ ડીપ ડિપ્રેશનની મૂવમેન્ટ શું હશે….
સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે અતિભારે વરસાદની શક્યતાઓ
હાલ ડીપ ડિપ્રેશનની સ્થિતી જોતાં સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે અતિભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે જ 55થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં કે જ્યાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે.
હાલ જામનગર અને દ્વારકા ઉપર ડીપ્રેશનની સ્થિતી
હવે ગુજરાતના ઉત્તર, મધ્ય, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજા ખમૈયા કરશે, પરંતુ હજુ પણ 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હાલ ડિપ્રેશન કચ્છના અખાત થઈને અરબ સાગર પહોંચ્યું છે. અને હાલ જામનગર અને દ્વારકા ઉપર સ્થિર થયેલું છે તેના કારણે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે.
આ પણ વાંચો––પાકિસ્તાન જેટલા Deep Depression એ 84 કલાક રાજ્યને ઘમરોળ્યું
તસવીરો મુજબ આજે બપોરે 2 વાગે ડીપ્રેશન જામનગર દ્વારકા વિસ્તાર પર સ્થિર થયેલું છે જેથી સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ થઇ શકે છે
આજે બપોરે 2 વાગે ડીપ્રેશન જામગનર-દ્વારકા ઉપર જોવા મળે છે
રાત્રે 9 વાગે ડીપ ડિપ્રેશન જામનગર પાસે અરબ સાગરમાં તરફ
રાત્રે 9 વાગે ડીપ ડિપ્રેશન જામનગર પાસે અરબ સાગરમાં તરફ જશે અને તેના કારણે જામનગર સહિતના દરીયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે
આજે મોડી રાત્રે 2 વાગે જામનગર દ્વારકા અને ગાંધીધામ તરફ
આજે મોડી રાત્રે 2 વાગે ડીપ્રેશનની સ્થિતી જોઇએ તો તેનો કેટલોક ભાગ જામનગર દ્વારકા અને ગાંધીધામ તરફ રહેશે જેથી રાત્રે અને આવતીકાલે આ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલે 30 ઓગષ્ટે સવારની સ્થિતી મુજબ ડીપ્રેશનનો મોટાભાગનો વિસ્તાર કચ્છના નલીયાથી ગાંધીધામ સુધી જોવા મળે છે જ્યારે થોડો ભાગ જામનગર તરફ પણ જોવા મળે છે જેથી આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે
30 તારીખે રાત્રે 12 વાગ્યાની ડિપ્રેશનની સ્થિતી જોઇએ તો ડિપ્રેશન પાકિસ્તાન
30 તારીખે રાત્રે 12 વાગ્યાની ડિપ્રેશનની સ્થિતી જોઇએ તો ડિપ્રેશન પાકિસ્તાન તરફ અને થોડો ભાગ કચ્છના નલીયા તરફ જોવા મળે છે પણ બીજી એક સિસ્ટમ અમદાવાદ તરફ પણ જોવા મળે છે જેથી આ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે પણ સૌરાષ્ટ્ર કચ્છ તરફ વરસાદનું જોર ઘટી શકે છે. 31 તારીખની સવારની સ્થિતી જોઇએ તો ડીપ્રેશન અરબ સાગરમાં ભળી જાય તેવું જોવા મળી શકે છે.
સપ્ટેમ્બર મહિનાથી શરૂઆતથી ફરીથી GUJARAT માં જામશે વરસાદી માહોલ
વધુમાં સૌરાષ્ટ્ર અંગે પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં 80 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે. સમગ્ર રાજ્યમાં પવનની ઝડપ 15 થી 35 કિમી પ્રતિ કલાક વચ્ચે રહેવાની સંભાવના છે. 30 ઓગસ્ટ આસપાસ વરસાદી જોર ઘટી શકે છે, પરંતુ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના છે. 5 થી 6 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી છે અને 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતના સમગ્ર ભાગોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.
~ રાજ્યમાં વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની રાહતરૂપ આગાહી
~ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી જોર ઘટવાની આગાહી
~ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે
~ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી#GujaratFlood #GujaratRain…— Gujarat First (@GujaratFirst) August 28, 2024
48 કલાક હજું મહત્વના
હાલના હવામાન પાત્ર પર ત્રણ મહત્ત્વની સિસ્ટમો સક્રિય હોવાથી, રાજ્યમાં ભારે વરસાદ યથાવત રહેશે.જેના પગલે આજે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદયપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને સંભવિત પાણી ભરાવા માટે તાત્કાલિક તૈયારી રાખવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો—-GUJARAT RAIN : વરસાદને લઈને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની રાહતરૂપ આગાહી, જાણો ક્યારે ઘટશે વરસાદનું જોર