Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સદીઓ બાદ માતા શબરીના મીઠા બોર પહોંચ્યા અયોધ્યા

03:04 PM Jan 20, 2024 | Harsh Bhatt

માતા શબરી : રામ જન્મભૂમિ ટ્રસ્ટે 20 જાન્યુઆરીએ ભગવાન રામની માતૃભૂમિ છત્તીસગઢ તરફથી મીઠા બોરની ભેટ સ્વીકારી હતી. 22મી જાન્યુઆરીએ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અયોધ્યા સહિત દેશભરમાં ઉત્સવનો માહોલ છે. અયોધ્યા વાસી સંગ આખું ભારત ભગવાન રામનું સ્વાગત કરવા માટે વાટ માંડીને બેઠું છે.  પ્રશાસન પણ હાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓમાં લાગ્યું છે.

શબરીના મીઠા બોર પહોંચ્યા રામનગરી અયોધ્યા 

છત્તીસગઢના ચંપા જિલ્લાના શિવનારાયણના 17 લોકોનું એક જૂથ ખાસ ભેટ સાથે અયોધ્યા પહોંચ્યું છે. શિવનારાયણ ભગવાન રામનું માતૃસ્થાન માનવામાં આવે છે. સનાતન ગ્રંથ રામાયણ મુજબ, ભગવાન રામે તેમના વનવાસ દરમિયાન આ સ્થાનની મુલાકાત લીધી હતી, અને ત્યાં, એક વૃદ્ધ મહિલા જે ભગવાન રામની ભક્ત હતી, તેમને ખાવા માટે ફળ આપ્યું હતું.

માતા શબરી અને શ્રી રામ

વૃદ્ધ મહિલા શબરી હતી. શબરી અને ભગવાન રામની વાર્તા ભક્તિ, નિર્દોષતા, પ્રેમ અને આદરની વાર્તા છે. શબરી ઇચ્છતી ન હતી કે ભગવાન રામ કોઈ ખાટા ફળ ખાય, તેણે દરેક ફળનો સ્વાદ ચાખ્યો અને પછી માત્ર મીઠા બોર જ શ્રી રામને ખાવા માટે આપી. ભગવાન રામ શબરી દ્વારા પહેલેથી જ ચાખી ચૂકેલા ફળ ખાવામાં અચકાતા નહોતા. તેમણે મધુર ફળ ખાધું, જે દર્શાવે છે કે ભગવાન રામ માટે ભોજન આપનાર વ્યક્તિ શ્રીમંત હોય કે ગરીબ હોય, તેનાથી કોઈ ફરક પડતો નથી; જે લાગણીઓ સાથે ભોજન આપવામાં આવે છે તે મહત્વનું છે. શબરીએ મધુર ફળ બોર ભગવાન રામને પ્રેમથી ખવડાવ્યું અને તેણે પ્રેમથી ખાધું.

શિવરીનારાયણમાંથી રામ ભક્તો લાવ્યા આ ખાસ છોડ 

ફળ લાવનાર રામ ભક્ત અનુપે કહ્યું કે “અમે છત્તીસગઢના શિવરીનારાયણમાંથી ‘મીઠા બોર’ લાવ્યા છીએ, જે રામ લલ્લાનું માતૃસ્થાન પણ છે. 17 ‘રામભક્તો’ની એક ટીમ અયોધ્યામાં અહીં આવી પહોંચી છે ”

“મીઠી બોર સાથે, અમે એક ખાસ પ્રકારનો છોડ પણ લાવ્યા છીએ, જે ફક્ત શિવનારાયણમાં જ જોવા મળે છે. ઝાડના પાંદડા વાટકી આકારના હોય છે. એવું માનવામાં આવે છે કે માતા શબરીએ આ વાટકી આકારના પાંદડાઓમાં ભગવાન રામને ‘બેર’ ખવડાવ્યું હતું,” તેમણે ઉમેર્યું. લોકોના આ જૂથે અયોધ્યામાં તે વૃક્ષો વાવવા માટે રામ જન્મભૂમિ ટ્રસ્ટને અપીલ કરવાની યોજના બનાવી છે. તેઓએ કહ્યું, “અમે રામ જન્મભૂમિ ટ્રસ્ટને અયોધ્યામાં આ વૃક્ષો વાવવા વિનંતી કરીશું”

આ પણ વાંચો — Ram Mandir Flag: રામ મંદિરના ધ્વજ પર હશે આ વૃક્ષ, રામાયણ કાળ સાથે છે સંબંધ