+

Anant Ambani : જામનગરમાં સેલિબ્રિટિઝનું ઘોડાપુર, કિંગ ખાન ફેમિલી સાથે, રિહાના, સલમાન ખાન, અમિતાભ બચ્ચન પણ પહોંચ્યા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries) માલિક મુકેશ અંબાણીના (Mukesh Ambani) નાના દીકરા અનંત અંબાણીના (Anant Ambani) લગ્ન મંગેતર રાધિકા મર્ચેન્ટ (Radhika Merchant) સાથે થવા જઈ રહ્યા છે. ત્યારે જામનગરમાં (Jamnagar) અનંત…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries) માલિક મુકેશ અંબાણીના (Mukesh Ambani) નાના દીકરા અનંત અંબાણીના (Anant Ambani) લગ્ન મંગેતર રાધિકા મર્ચેન્ટ (Radhika Merchant) સાથે થવા જઈ રહ્યા છે. ત્યારે જામનગરમાં (Jamnagar) અનંત અંબાણીના લગ્ન પૂર્વે રંગારંગ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશ-વિદેશની સેલિબ્રિટિઝ, બિઝનેસમેન જામનગરના મહેમાન બની રહ્યા છે. બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), શાહરૂખ ખાન (Shahrukh Khan), સલમાન ખાન, હોલિવૂડ સિંગર રિહાના (Rihanna), એડમ બ્લેકસ્ટોન સહિતના સ્ટાર્સ જામનગર પહોંચ્યા છે.

 

જામનગરમાં (Jamnagar) મુકેશ અંબાણીના (Mukesh Ambani) આંગણે રુડો અવસર આવ્યો છે. નાના દીકરા અનંત અંબાણીના લગ્ન પૂર્વે પ્રી-વેડિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દેશ-વિદેશની જાણીતી હસ્તીઓનો જામનગર ખાતે જમાવડો જોવા મળી રહ્યો છે. બોલિવૂડ સ્ટાર અને કિંગ શાહરુખ ખાન (Shahrukh Khan) ફેમિલી સાથે જામનગર આવ્યા છે. ત્યારે સલમાન ખાન, રણબીર કપૂર, અર્જુન કપૂર જેવા સ્ટાર્સ પણ જામનગર એરપોર્ટ પર સ્પૉટ થયા હતા. ઉપરાંત, ઇન્ટરનેશનલ સ્ટાર્સની વાત કરીએ તો સિંગર રિહાના (Rihanna), જે બ્રાઉન અને એડમસ આજે સવારે જામનગર આવ્યા હતા. દુબઈના બિઝનેસમેન મહંમદ અલ બસર (Muhammad Al Basr) પત્ની સાથે જામનગર આવ્યા છે. હજુ પણ મોડી રાત્રે રાની મુખર્જી, ઉદ્ધવ ઠાકરે જેવી ઘણી જાણીતી અને ખ્યાતનામ હસ્તીઓ જામનગર પધારવાની છે.

નવાણીયા ગામે આહીર સમાજના લગ્નોત્સવમાં હાજરી, જોગવડ ગામે અન્નસેવા

અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના પ્રી-વેડિંગ ઇવેન્ટ (Anant and Radhika pre-wedding Event) પહેલા અનંત એ નવાણીયા ગામે આહીર સમાજના લગ્નોત્સવમાં હાજરી આપી હતી. અહીં, અનંતના આગમન પર આહીરાણીઓએ પોખણાં કરી ઓવારણાં લીધા હતા. અનંત અંબાણીએ લોકો સાથે વાતચીત કરી હતી અને ગ્રામ્ય સંસ્કૃતિ અનુરૂપ લગ્ન સમારંભ જોઈને તે ખૂબ અભિભૂત થયા હતા. અનંત અંબાણી હાઈ સિક્યોરિટી સાથે પ્રસંગમાં પહોંચ્યા હતા. જ્યારે જામનગરના જોગવડ (Jogawad) ગામે અંબાણી પરિવાર દ્વારા અન્નસેવાનું આયોજન કર્યું હતું. રિલાયન્સ ટાઇનશીપ (Reliance Township) નજીકના ગામોના લોકો માટે જમણવાર રાખવામાં આવ્યો હતો. દરમિયાન, મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટે પોતે લોકોને ભોજન પીરસ્યું હતું. જણાવી દઈએ કે, આ પ્રી-વેડિંગ ઇવેન્ટ 1થી 3 માર્ચ સુધી રિલાયન્સના ટાઉનશીપ ખાતે યોજાશે.

આ પણ વાંચો – Anant Ambani ના પ્રી-વેડિંગમાં રિહાનાનો સામાન જામનગર પહોંચ્યો, Video જોઇને લોકોએ કહ્યું- ઈન્ડિયા શિફ્ટ થઈ રહી છે?

Whatsapp share
facebook twitter