વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત લો-કોલેજ, કોમર્સ કોલેજ અને જુનિયરસાયન્સ ડભોઈમા અભ્યાસ કરતાં વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ માટે આજરોજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો અને યુવતીઓએ ગરબાની જોરદાર રમઝટ બોલાવી હતી. નવરાત્રિના નવલા પર્વની ઉજવણી દબદબાભેર આનંદ – ઉલ્લાસભર્યા વાતાવરણમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્સાહભેર ગરબાનું આયોજન કરવામાં આવે છે
સૌ ખેલૈયાઓ ડીજેના તાલ સાથે ગરબે ઘૂમ્યા હતાં. વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત લો-કોલેજ, કોમર્સ કોલેજ અને જુનિયરસાયન્સ દ્વારા દરેક તહેવારોની પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાની રમઝટ યથાવત રાખવામાં આવી છે. માં શક્તિની આરાધનાનું પર્વ શરૂ થતાની સાથે ગુજરાતના ખૂણે ખૂણે, ગામે ગામે શેરીઓમાં યોજાતાં ગરબાનાં સૂરીલા સૂર રેલાતા જોવા મળે છે. ગરબા મહોત્સવમાં ગરબે ઘૂમતી યુવતીઓનાં ઝાંઝરના રણકારથી વાતાવરણ રણકી ઉઠયું હોય એમ લાગતું હોય છે. રાત પડે એટલે દિવસ થયો હોય એટલી ચહલ-પહલ રસ્તાઓ ઉપર જોવા મળે છે અને ગરબા ગ્રાઉન્ડમાં હૈયે હૈયું દબાય તેટલી ખેલૈયાઓની ભીડ હોય છે. સૌ ખેલૈયાઓ કોલેજમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા હતા. જેમાં સારી અને વિવિધતા ભરી એકશન સાથે ગરબે ઘૂમતાં ખેલૈયાઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ ગરબા મહોત્સવમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ, મુકેશભાઈ વસઈવાલા અને કોલેજના આચાર્ય કેયુરભાઈ પારેખ , જયેશભાઇ શાહ સહિત કોલેજના સ્ટાફગણ સહિત વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયો હતો