+

સીઝફાયરનું એલાન, પણ શું હોઇ શકે છે આ પુતિનની કોઇ નવી ચાલ

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 10 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધને રોકવા માટે સતત બે દેશના પ્રતિનિધિઓની બેઠક કરવામાં આવી પરંતુ તેમા આ યુદ્ધને રોકવાનો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. રશિયન સૈનિકો વધુને વધુ આક્રમક બની રહ્યા છે. આ વચ્ચે ભારત સતત પોતાના ફસાયેલા નાગરિકોને બહાર નીકળી રહ્યું છે, ત્યારે પુતિને સીઝફાયરનું એલાન કર્યું છે. દરમિયાન ફસાયેલા લોકોને જલ્દીથી શોધી તેમને કાઢવà
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 10 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધને રોકવા માટે સતત બે દેશના પ્રતિનિધિઓની બેઠક કરવામાં આવી પરંતુ તેમા આ યુદ્ધને રોકવાનો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. રશિયન સૈનિકો વધુને વધુ આક્રમક બની રહ્યા છે. આ વચ્ચે ભારત સતત પોતાના ફસાયેલા નાગરિકોને બહાર નીકળી રહ્યું છે, ત્યારે પુતિને સીઝફાયરનું એલાન કર્યું છે. દરમિયાન ફસાયેલા લોકોને જલ્દીથી શોધી તેમને કાઢવામાં આવશે. કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી અહીં ફસાયેલા લોકોને બહાર નહીં કાઢવામાં આવે ત્યાં સુધી હુમલા કરવામાં આવશે નહીં.
પુતિને વડા પ્રધાન મોદીની વાત માનતા યુદ્ધવિરામ જાહેર કર્યું?
રશિયા દ્વારા યુક્રેનમાં સતત હુમલા બાદ ઘણા નિર્દોશ નાગરિકો માર્યા ગયા છે. વળી જે પ્રકારની સ્થિતિ બની છે તે જોતા યુદ્ધ બંધ થાય તેવુ લાગી રહ્યું નથી. ત્યારે હવે રશિયન રાષ્ટ્રપતિ પુતિને થોડા સમય માટે યુદ્ધવિરામ રાખવાની ઘોષણા કરી છે. જેથી ફસાયેલા લોકોને જલ્દીથી બહાર કાઢવામાં આવે. વળી આ દરમિયાન કોઇ હુમલો કરવામાં આવશે નહીં તેવુ પણ કહેવામાં આવી રહ્યું છે. આ પહેલા વડા પ્રધાન મોદીએ અત્યાર સુધી આ મામલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બે વખત વાતચીત કરી છે. ભારતે આ પહેલા યુક્રેન અને રશિયા પાસેથી માગણી કરી હતી કે, અમારા નાગરિકોને ત્યાંથી જવાની તક આપે અને યુદ્ધવિરામ જાહેર કરે. જે બાદ પુતિને વડા પ્રધાન મોદીની વાત માનતા યુદ્ધવિરામ જાહેર કર્યું હોવાની ચર્ચા છે. પરંતુ અહી એ વાત પણ ધ્યાને લેવાની જરૂરી છે કે, આજે 10માં દિવસે પુતિનને કેમ યાદ આવ્યું કે, સામાન્ય માણસો મોતને ભેટી રહ્યા છે. છેલ્લા 10 દિવસથી ઘણા નિર્દોશ લોકો આ યુદ્ધમાં મોતને ભેટી ચુક્યા છે. જો વાતને માનવી જ હતી તો તે પહેલા કે બીજા દિવસે પણ માની શકાય તેમ હતી. 
ઈજાગ્રસ્ત થયેલા સૈન્યના જવાનો કે જેઓ હોસ્પિટલમાં દાખલ હતા ત્યા પણ હુમલો કર્યો
પુતિનના યુદ્ધવિરામના આ નિર્ણય પર શંકા જાય તે પણ સ્વાભાવિક છે. કારણ કે, એક તરફ પુતિન દેખાડો કરે છે કે, તે સામાન્ય જનતાને કોઇ નુકસાન પહોંચાડવા માગતા નથી, પરંતુ સચ્ચાઈ તેનાથી પૂરી રીતે વિપરીત છે. રશિયાએ આ યુદ્ધમાં ઈજાગ્રસ્ત થયેલા સૈન્યના જવાનો કે જેઓ હોસ્પિટલમાં દાખલ હતા ત્યા પણ હુમલો કર્યો છે. વળી સતત હુમલામાં ઘણા નિર્દોશ લોકો માર્યા ગયા છે, અને મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. લોકોને પોતાના ઘર છોડવાની પણ ફરજ પડી છે. વળી એક વિડીયો થોડા દિવસ પહેલા વાયરલ થયો હતો જેમા રશિયન મિસાઇલે યુક્રનેના એક રહેવાસી બિલ્ડિંગ પર હુમલો કર્યો હતો. ઘણા લોકો એવા પણ છે કે જે આજે રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઘર વિનાના થઇ ગયા છે. પુતિન આવી કેવી માનવતા બતાવી રહ્યા છે. 
યુદ્ધવિરામ દરમિયાન રશિયા કરી શકે છે હવાઈ હુમલો
વળી જે માહિતી મળી રહી છે તે મુજબ, યુદ્ધવિરામ કરવા પાછળ પુતિનની કોઇ અન્ય ચાલ પણ હોઇ શકે છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનને એક કે બે દિવસમાં જીતી લેશે તેવી આશા રાખીને બેઠા હતા તે આજે 10માં દિવસે પણ બહાદૂરીથી લડી રહ્યું છે. વળી તેટલું જ નહીં આટલા દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને હજુ પણ યુક્રેનના લોકો અને તેમના રાષ્ટ્રપતિ હથિયારો મુકવા તૈયાર નથી ત્યારે પુતિનની વૈશ્વિક છબીને પણ મોટો દાગ લાગ્યો છે. વળી આ પણ એક કારણ હોઇ શકે છે કે, તે યુદ્ધવિરામના બહાને હવાઈ હુમલો શરૂ કરી દે. જ્યારે લોકોને બહાર કાઢવામાં યુક્રેનના સૈનિકો વ્યસ્ત હશે ત્યારે રશિયાના સૈનિકો તેમના પર હવાઈ હુમલો કરી મોટી સંખ્યામાં તેમને નુકસાન પહોંચાડી શકે છે. અને વધુને વધુ યુક્રેન પર કબજો કરી શકે છે. તાજેતરની પરિસ્થિતિમાં આ વાતને નકારી શકાય નહી. 
ઉલ્લેખનીય છે કે, રશિયાને અડીને આવેલા યુક્રેનના વિસ્તારોમાં હજુ પણ મોટી સંખ્યામાં ભારતીયો અટવાયેલા છે જ્યાં તેમને તાત્કાલિક મદદની જરૂર છે. જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર 4 કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, કિરેન રિજિજુ, જનરલ વીકે સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા યુક્રેનના પડોશી દેશ પહોંચ્યા છે. આ મંત્રીઓ વિવિધ દેશોમાંથી ભારતીય વિદ્યાર્થીઓના સ્વદેશ પરત આવવાની ખાતરી કરી રહ્યા છે.
Whatsapp share
facebook twitter