+

ઓમિક્રોન વેરિએન્ટ ઘાતક સાબિત થશે, ચોથી લહેર સૌથી ખતરનાક હશે ?

આ કોરોના વાયરસે તો વિશ્વભરમાં લોકોની હાલત ખરાબ કરી દીધી છે. તેમ છતા હજુ જવાનું નામ નથી લઈ રહ્યો. હાલમાં ચીન, અમેરિકા સહિત અનેક દેશોમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. તો ભારતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આ કોરોનાની ચિંતા વચ્ચે લોકો માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જેમાં વૈજ્ઞાનિકોએ કોરોનાની ચોથી લહેરને લઈને આશંકા વ્યક્ત કરી છે. દક્ષિણ આફ્ર


કોરોના વાયરસે તો વિશ્વભરમાં લોકોની હાલત ખરાબ કરી દીધી છે. તેમ છતા હજુ જવાનું
નામ નથી લઈ રહ્યો. હાલમાં ચીન, અમેરિકા સહિત અનેક દેશોમાં કોરોના કહેર વર્તાવી
રહ્યો છે. તો ભારતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો
છે. આ કોરોનાની ચિંતા વચ્ચે લોકો માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જેમાં
વૈજ્ઞાનિકોએ કોરોનાની ચોથી લહેરને લઈને આશંકા વ્યક્ત કરી છે.


દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઓમિક્રોનના ઘણા નવા
પ્રકારો લોકોમાં પહેલાની એન્ટિબોડીઝને છીનવી શકે છે. રાહતની વાત એ છે કે તેમણે
કહ્યું છે કે જે લોકો રસી લગાવી ચૂક્યા છે તેમના લોહીમાં આ વાઇરસ વધુ અસર નહીં
કરે. ઘણી સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ સાથે મળીને ઓમિક્રોન
ba.4 અને ba.5 ને લઈને એક અભ્યાસ કર્યો. તેને ગયા
મહિને
WHOના મોનિટરિંગ લિસ્ટમાં સામેલ કરવામાં
આવ્યું હતું. આ અભ્યાસ દરમિયાન
ભૂતકાળમાં ઓમિક્રોનથી સંક્રમિત થયેલા 39 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. તેમાંથી 15 લોકોને કોરોનાની રસી પણ મળી ગઈ હતી. 8 લોકોને ફાઈઝર શૉટ આપવામાં આવ્યા હતા, 7 જૉન્સન એન્ડ જોન્સન અને 24 એવા હતા જેમણે
કોઈ રસી લીધી ન હતી.


અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, જેને રસી આપવામાં આવી છે તેમની રોગપ્રતિકારક શક્તિ પાંચ ગણી વધારે છે
અને તેઓ વધુ સુરક્ષિત છે.
જેમને રસી આપવામાં આવી ન હતી તેઓમાં 8 ગણી ઓછી એન્ટિબોડીઝ હતી જેને BA.1 નો ચેપ લાગ્યો હતો પરંતુ તેમની પાસે BA.4 અને BA.5 સામે લડવાની ખૂબ જ ઓછી ક્ષમતા હતી. અધિકારીઓ
અને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દક્ષિણ આફ્રિકામાં કોરોનાની પાંચમી લહેર સમય પહેલા
આવવાની છે. તેમનું કહેવું છે કે આ લહેર
BA.4 અને BA.5ને કારણે આવી શકે છે. તમને જણાવી દઈએ
કે દક્ષિણ આફ્રિકાની
60 મિલિયન વસ્તીમાંથી માત્ર 30 ટકા લોકોને જ રસી આપવામાં આવી છે.

Whatsapp share
facebook twitter