+

લગ્નના ઓરતા રહ્યાં અધૂરાં, ચંબલ નદીમાં કાર ખાબકતા વરરાજા સહિત 9 લોકોના મોત

રાજસ્થાનના કોટા જિલ્લામાં રવિવારે સવારે એક મોટી દુર્ઘટના થઈ હતી જેમાં જાન લઈ જતી કારએ કાબુ ગુમાવ્યો અને કોટાના નયાપુરા પુલ પરથી ચંબલ નદીમાં ખાબકી હતી જેમાં વરરાજા સહિત 9 લોકોના કરૂણ મોત થયા હતા.ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય હાથ ધર્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી, કારે કયા કારણોસર બેકાબુ બની તેની તાપસ હાથ ધરવામાં આવી રહી છે.કારના બેકાબ
રાજસ્થાનના કોટા જિલ્લામાં રવિવારે સવારે એક મોટી દુર્ઘટના થઈ હતી જેમાં જાન લઈ જતી કારએ કાબુ ગુમાવ્યો અને કોટાના નયાપુરા પુલ પરથી ચંબલ નદીમાં ખાબકી હતી જેમાં વરરાજા સહિત 9 લોકોના કરૂણ મોત થયા હતા.
ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય હાથ ધર્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી, કારે કયા કારણોસર બેકાબુ બની તેની તાપસ હાથ ધરવામાં આવી રહી છે.કારના બેકાબૂ થવાના ઘણાં કારણો જણાવવામાં આવી રહ્યા છે, જેમાં નશામાં ડ્રાઇવિંગ પણ એક કારણ  છે. 
 જાન મધ્ય પ્રદેશ જઈ રહી હતી
રાજસ્થાનના માધોપુરથી ઉજ્જૈન (મધ્યપ્રદેશ) જાન જઈ રહી હતી. આ દરમિયાન કાર કોટાના નયાપુર નજીક પુલ પરથી ચંબલ નદીમાં પડી ગઇ હતી. કારમાં બેઠેલા લોકોએ કાચ ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ માત્ર એક કાચ જ ખૂલી શક્યો, જેના કારણે કારમાં સવાર 7 લોકોના મોત થયા, બાકીના 2 લોકોની લાશ નદીમાં દૂર સુધી વહી ગઈ હતી.સવારે સ્થાનિક લોકોએ કારને જોઈને પોલીસને જાણ કરી હતી. 
Whatsapp share
facebook twitter