+

Delhi : 13 કલાક ગાઢ ધુમ્મસમાં ડૂબી ગઇ રાજધાની, આવતીકાલે રેડ એલર્ટ

રાજધાની દિલ્હી (Delhi) ગાઢ ધુમ્મસ (thick fog)માં જાણે કે રીતસર ડૂબી ગઇ છે. આ સિઝનમાં પ્રથમ વખત રાજધાની દિલ્હી 13 કલાક સુધી ગાઢ ધુમ્મસમાં ડૂબી રહી હતી. બુધવારે સાંજે 8.30…

રાજધાની દિલ્હી (Delhi) ગાઢ ધુમ્મસ (thick fog)માં જાણે કે રીતસર ડૂબી ગઇ છે. આ સિઝનમાં પ્રથમ વખત રાજધાની દિલ્હી 13 કલાક સુધી ગાઢ ધુમ્મસમાં ડૂબી રહી હતી. બુધવારે સાંજે 8.30 વાગ્યાની આસપાસ વિઝિબિલિટી લેવલ 100 મીટરથી નીચે આવી ગયું હતું. જે ગુરુવારે સવારે લગભગ દસ વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું. બીજી તરફ હવામાન વિભાગે ( Meteorological Department) શુક્રવારે પણ ધુમ્મસનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

રાજધાની દિલ્હી છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગાઢ ધુમ્મસનો સામનો કરી રહી છે

ઉત્તર ભારતના અન્ય વિસ્તારોની જેમ રાજધાની દિલ્હી પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગાઢ ધુમ્મસનો સામનો કરી રહી છે. ધુમ્મસની ચાદર ગાઢ બની હોવાથી તેની અવધિ પણ વધી છે. બુધવારે પાલમ હવામાન કેન્દ્રમાં વિઝિબિલિટીનું મહત્તમ સ્તર 800 મીટરે પહોંચ્યું હતું. દિવસ દરમિયાન સૂર્ય બહાર આવતાં દૃશ્યતામાં થોડો વધારો થયો હતો. પરંતુ, જેમ જેમ સૂર્યાસ્ત થયો તેમ, ગાઢ ધુમ્મસ ઝડપથી બનવા લાગ્યું હતું. 8:30 પછી પણ વિઝિબિલિટી લેવલ ઘટીને 100 મીટરથી નીચે આવી ગયું હતું. જે ગુરુવારે સવારે દસ વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું. આ સિઝનમાં આ સૌથી લાંબુ ધુમ્મસ છે.

સવારે દિલ્હીના મોટાભાગના વિસ્તારો ગાઢ ધુમ્મસમાં ડૂબી ગયા

સવારે દિલ્હીના મોટાભાગના વિસ્તારો ગાઢ ધુમ્મસમાં ડૂબી ગયા હતા. પરંતુ, દસ વાગ્યા પછી ધીમે ધીમે સૂરજ દેખાવા લાગ્યો હતો. જો કે, બપોરે 3-4 વાગ્યાથી ફરીથી હળવા ધુમ્મસની શરૂઆત થઈ હતી. હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી ત્રણ-ચાર દિવસ સુધી ધુમ્મસની સ્થિતિ યથાવત રહેશે. શુક્રવારે અત્યંત ગાઢ ધુમ્મસની આગાહીને કારણે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે શુક્રવાર માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ પછી પણ આગામી બે દિવસ માટે ધુમ્મસનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

કડકડતી ઠંડી

ધુમ્મસના કારણે સૂર્યપ્રકાશના અભાવે દિલ્હીના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડી અનુભવાઈ રહી છે. જો કે, દિલ્હીની સ્ટાન્ડર્ડ ઓબ્ઝર્વેટરી સફદરજંગમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન હજુ પણ સામાન્ય કરતા વધારે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સફદરજંગમાં દિવસનું મહત્તમ તાપમાન 21.4 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ છે. જ્યારે અહીં લઘુત્તમ તાપમાન 8.4 ટકા હતું જે સામાન્ય કરતા બે ડિગ્રી ઓછું છે.

ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદની શાળાઓમાં રજા જાહેર

અહીં ભેજનું સ્તર 100 થી 58 ટકા સુધી હતું. જ્યારે જાફરપુર અને પાલમ જેવા વિસ્તારો કડકડતી ઠંડીમાં ડૂબી ગયા હતા. પાલમ વેધર સ્ટેશન પર મહત્તમ તાપમાન 16.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ઝફરપુર વિસ્તાર સૌથી ઠંડો રહ્યું હતું. અહીં મહત્તમ તાપમાન 14.3 ડિગ્રી સેલ્સિયસ હતું.
દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડી રહી છે. તેને જોતા ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો—-AYODHYA: જાણો.. અયોધ્યામાં બની રહેલ એરપોર્ટ વિશે ખાસ બાબતો

Whatsapp share
facebook twitter