+

કેમ્પબેલ વિલ્સનને સોંપાઈ એર ઈન્ડિયાની કમાન, CEO અને MD તરીકે નિયુક્ત

એરલાઈન કંપની એર ઈન્ડિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એર ઈન્ડિયા માટે સીઈઓ અને એમડી માટે ટાટા સન્સની શોધ પૂર્ણ થઈ ગઈ છે. કંપનીએ કેમ્પબેલ વિલ્સનને એર ઈન્ડિયાના CEO અને MD તરીકે નિયુક્ત કર્યા છે. અત્યાર સુધી વિલ્સન સ્કૂટના CEO તરીકે ફરજ બજાવતા હતા. કેમ્પબેલ પાસે ઉડ્ડયન ઉદ્યોગમાં 26 વર્ષનો અનુભવ છે. તેમણે સંપૂર્ણ સેવા અને બજેટ એરલાઇન્સ સેવા આપી છે. એર ઈન્ડિયાની કમાન સંભાળવા માટે કેમ્àª

એરલાઈન કંપની એર ઈન્ડિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એર
ઈન્ડિયા માટે સીઈઓ અને એમડી માટે ટાટા સન્સની શોધ પૂર્ણ થઈ ગઈ છે. કંપનીએ કેમ્પબેલ
વિલ્સનને એર ઈન્ડિયાના
CEO અને MD તરીકે નિયુક્ત કર્યા છે. અત્યાર સુધી વિલ્સન સ્કૂટના CEO તરીકે ફરજ બજાવતા હતા. કેમ્પબેલ પાસે ઉડ્ડયન ઉદ્યોગમાં 26 વર્ષનો અનુભવ છે. તેમણે સંપૂર્ણ સેવા અને બજેટ એરલાઇન્સ સેવા આપી
છે. એર ઈન્ડિયાની કમાન સંભાળવા માટે કેમ્પબેલે સ્કૂટના સીઈઓ પદ પરથી રાજીનામું આપી
દીધું છે. તેઓ
2011થી આ પદ પર હતા. ટાટા ગ્રૂપે 27 જાન્યુઆરીએ એર ઈન્ડિયા પર નિયંત્રણ મેળવ્યું હતું.

Tata Sons appoints Campbell Wilson as CEO & MD of Air India

Read @ANI Story | https://t.co/aT7px5cUYi#airindia #CampbellWilson #TataSons pic.twitter.com/mVJXVTAKZd

— ANI Digital (@ani_digital) May 12, 2022

” title=”” target=””>javascript:nicTemp();

કેમ્પબેલની નિમણૂક અંગે નિવેનદ આપતા એર ઈન્ડિયાના પ્રેસિડેન્ટ એન.ચંદ્રશેખરને કહ્યું કે, મને એર
ઈન્ડિયામાં કેમ્પબેલનું સ્વાગત કરતાં આનંદ થાય છે. કેમ્પબેલ ઉડ્ડયન ઉદ્યોગના
અનુભવી છે. તેમણે મુખ્ય વૈશ્વિક બજારોમાં અનેક ક્ષેત્રોમાં કામ કર્યું છે. એર
ઈન્ડિયાને એશિયામાં એરલાઈન બ્રાન્ડ બનાવવાના તેમના અનુભવથી કંપનીને ફાયદો થશે. કેમ્પબેલ
વિલ્સને તેમની નિમણૂક પર કહ્યું કે
, પ્રતિષ્ઠિત એર
ઈન્ડિયાનું નેતૃત્વ કરવા અને ટાટા ગૃપનો ભાગ બનવા માટે પસંદ થવું એ સન્માનની વાત
છે. એર ઈન્ડિયા વિશ્વની શ્રેષ્ઠ એરલાઈન્સમાંની એક બનવાની રોમાંચક સફરની ટોચ પર છે.
તે અજોડ ગ્રાહક અનુભવ સાથે વિશ્વસ્તરીય ઉત્પાદનો અને સેવા પ્રદાન કરે છે. તે
ભારતીય આતિથ્યને પ્રતિબિંબિત કરે છે.

Whatsapp share
facebook twitter