Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત કાર્યક્રમ, કમલમથી ઈ-વ્હીકલ અમૃત કળશ રથનું C R Patil એ કરાવ્યું પ્રસ્થાન

08:28 AM Oct 29, 2023 | Hardik Shah

આજે વહેલી સવારે ગાંધીનગરના કમલમ ખાતેથી ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જ્યાથી ઈ-વ્હીકલ અમૃત કળશ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રથને રાજ્ય ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે લીલીઝંડી બતાવી હતી. જણાવી દઇએ કે, 75 ઈ-વ્હીકલમાં 75 અમૃત કળશ દિલ્હી મોકલાયા છે.

75 જેટલા ઈ-વ્હીકલ દિલ્હી જવા રવાના

આ કળશમાં દેશના ગામડાઓની માટી ભરવામાં આવી છે. કુલ અઢી લાખ ગામડાઓની માટી ભરીને દિલ્હી કર્તવ્યપથ લઇ જવામાં આવશે. જ્યા વીર સપુતોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવશે. અને આ જ માટીથી અમૃત વાટિકા નિર્માણ પામશે. આપને જણાવી દઇએ કે, દિલ્હીમાં 31 ઓક્ટોબરે આ કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાશે. મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા. તેમની વીર સપુતો પ્રત્યેની ભાવના અને લાગણીઓ છલકાતી જોવા મળી છે. કમલમ ખાતેથી 75 જેટલા ઈ-વ્હીકલ દિલ્હી જવા રવાના થયા છે. આ યાત્રા દરમિયાન જે ઈ-વ્હીકલનો ઉપયોગ કરવામા આવ્યો છે તેના દ્વારા ભાજપે રાષ્ટ્ર પ્રદૂષણ મુક્ત થયા તેવો પણ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. આ પહેલીવાર છે કે, આ ઈ-વ્હીકલ 1 હજાર કિમીનો પ્રવાસ ખેડશે વળી આ યાત્રા દરમિયાન રેકોર્ડ પણ સર્જાશે તેવું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પણ કહેવામા આવ્યું છે. મળતી માહિતી અનુસાર, આ યાત્રા બેથી ત્રણ દિવસમાં દિલ્હી ખાતે પહોંચશે.

આ કાર્યક્રમ અંતર્ગત વીર સપુતો અને વીરાંગનાઓને હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરાશે

ઉલ્લેખનીય  છે કે, “મારી માટી મારો દેશ” ભારતની માટી અને બહાદુરીની એકીકૃત ઉજવણીની કલ્પના કરે છે, જ્યારે આપણને દેશની સ્વતંત્રતા અને પ્રગતિની સફરની યાદ અપાવે છે. આપણી ભૂમિ સાથે જોડાઈને અને આપણા નાયકોનું સન્માન કરીને, આ પ્રસંગ રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડશે અને ભાવિ પેઢીઓને ભારતના પ્રિય વારસાનું રક્ષણ કરવા પ્રેરણા આપશે. આ અભિયાનમાં સમગ્ર દેશમાં પંચાયત/ગામ, બ્લોક, શહેરી સ્થાનિક સંસ્થા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આયોજિત અનેક પ્રવૃત્તિઓ અને કાર્યોનો સમાવેશ થાય છે. કાર્યક્રમનું મૂળભૂત પાસું એ છે કે સર્વોચ્ચ બલિદાન આપનાર તમામ બહાદુરો (વીરો અને વીરાંગનાઓ) પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરવી. પથ્થરની તકતી પર નાયકોના નામો લખવામાં આવશે. તેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, સંરક્ષણ કર્મચારીઓ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય પોલીસ કર્મચારીઓનો સમાવેશ થશે જેમણે ફરજની લાઇનમાં પોતાના જીવનનું બલિદાન આપ્યું છે.

આ પણ વાંચો – રાજકોટમાં PM મોદી લખેલા ગરબા પર વર્લ્ડ રેકોર્ડ, 1.21 લાખ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.