+

HDFC ના ક્રેડિટ કાર્ડ ધારકો માટે માઠા સમાચાર! તમારી પાસે હોય તો ઝલદી…

HDFC credit card: HDFC બેંકનું જે લોકો પાસે ક્રેડિટ કાર્ડ છે જ તે લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, HDFC ના ક્રેડિટ કાર્ડ સાથે…

HDFC credit card: HDFC બેંકનું જે લોકો પાસે ક્રેડિટ કાર્ડ છે જ તે લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, HDFC ના ક્રેડિટ કાર્ડ સાથે કેટલાક ફેરફારો થઈ રહ્યા છે. નોંધનીય છે કે, 1 ઓગસ્ટથી ઘણાં નાણાકીય ફેરફારો થઈ રહ્યા છે. જેમાં ક્રેડિટ કાર્ડને લઈને પણ ઘણા ફેરફારો થઈ રહ્યા છે. ખાસ તો HDFC ના ક્રેડિટ કાર્ડ (HDFC credit card) ધારકોને વધારે અસર થવાની છે. HDFC ના ક્રેડિટ કાર્ડના કાર્ડ ધારકોને હવે વધારારોનો ચાર્જ આપવાનો થશે. જો કે, આ નિયમો 1 ઓગસ્ટ, 2024 થી લાગુ થવાના છે.

1 ટકા જેટલો ચાર્જ વસૂલ કરવામાં આવશે

આ નાણાકીય ફેરફારોમાં HDFC ના ક્રેડિટ કાર્ડ (HDFC credit card) વાળા લોકો પાસેથી બેંક વધારે ચાર્જ લેવાની છે. મૂળ વાત એવી છે કે, થર્ડ પાર્ટી પેમેન્ટ કરતી એપ્સ દ્વારા કરવામાં આવતા પેમેન્ટમાં ભાડાના વ્યવહારો પર બેંક 1 ટકા જેટલો વધારે ચાર્જ લેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને Paytm, CRES અને MobileWik જેવી જે પણ થર્ડ પાર્ટી જેવી એપ્સ છે, આ એપ્સ દ્વારા કરવામાં આવેલા પેમેન્ટ પર હવે 1 ટકા જેટલો ચાર્જ વસૂલ કરવામાં આવશે. શૈક્ષણિક ચૂકવણીઓ પર પણ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જો કે, થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવતી શૈક્ષણિક પેમેન્ટ્સ પર 1 ટકાનો ચાર્જ લેવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. જો કે, આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક પેમેન્ટ્સ પર કોઈ વધારાનો ચાર્જ લેવામાં નહીં આવે.

Paymentsની મર્યાદા 3000 રૂપિયા નક્કી કરવામાં આવી

એક અહેવાલ પ્રમાણે વાત કરવામાં આવે તો, જો તમારો નાણાકીય વ્યવહાર 50 હજાર કરતા ઓછો હશે તો તેના પર કોઈ વધારાનો ચાર્જ લેવામાં નહીં આવે પરંતુ તો તમારી ચૂકવણી 50 હજાર કરતા વધી જાય છે, તો તમારે 1 ટકા ચાર્જ વધારે ચૂકવવો પડશે. જો ટ્રાન્ઝેક્શનની માર્યાદાની વાત કરવામાં આવે તો તેની મર્યાદા 3000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સાથે સાથે પેટ્રોલ કે ડીઝલ પર જે પેમેન્ટ કરવામાં આવે છે તેમાં પણ નવા નિયમો લાગુ થયા છે. તેમાં પણ જો કાર્ડધારક 15 હજારથી ઓછું પેમેન્ટ્સ કરશે તો તેમાં કોઈ પણ પ્રકારનો વધારોનો ચાર્જ લેવામાં નહીં આવે. પણ જો 15 હજારથી વધી જાય છે તો 1 ટકા ચાર્જ ચૂકવવો પડશે. રાહતની વાત એ છે કે, વીમા પ્રીમિયમની ચુકવણી પર કોઈ વધારાના શુલ્ક ચૂકવવા પડશે નહીં.

આ પણ વાંચો: ભારતનું એક માત્ર રાજ્ય, જ્યાં Income Tax ચૂકવવો પડતો નથી

આ પણ વાંચો: SHARE MARKET: શેરબજારમાં શાનદાર તેજી,સેન્સેક્સ1300 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

આ પણ વાંચો: Gold and Silver Rate: સતત ત્રીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો

Whatsapp share
facebook twitter