Crypto Exchange : ભારતના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ (Crypto Exchange) વઝીરX (WazirX) સુરક્ષા સંબંધિત મોટું ગાબડું પડ્યું છે, જેને પગલે આશરે રૂપિયા 1,923 કરોડ એટલે કે 230 મિલિયન ડોલરની ડિજીટલ એસેટ્સમાં ચોરી થઈ છે.
WazirX પર થઈ કરોડોની ચોરી
આજે યુરોપિયન સમય પ્રમાણે વહેલી સવારે સુરક્ષા સંબંધિત ઉલ્લંઘન (Security Breach)ને લીધે તેના વોલેટ્સ પૈકી એકને અસર થઈ છે, જેને લીધે યુઝરના ફંડ્સને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. WazirX જેને ‘ઈન્ડિયા કા બિટકોઈન એક્સચેન્જ’ તરીકે ઓળખાય છે તેણે સોશિયલ મીડિયા પર આ ઘટના સર્જાઈ હોવાની પુષ્ટી કરી છે.વઝીરએક્સ મુખ્યત્વે ભારતીય બજારને ટાર્ગેટ્સ કરે છે. તેણે કહ્યું છે કે દેશમાં રજિસ્ટર્ડ એક્સચેન્જ પૈકી કેટલાક ફાયનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ ભારતીય નાગરિકોને ક્રિપ્ટો એક્સચેન્જ સર્વિસિસની ઓફર કરે છે.
Update: We’re aware that one of our multisig wallets has experienced a security breach. Our team is actively investigating the incident. To ensure the safety of your assets, INR and crypto withdrawals will be temporarily paused. Thank you for your patience and understanding.…
— WazirX: India Ka Bitcoin Exchange (@WazirXIndia) July 18, 2024
તમામ ડિપોઝીટ અને વિડ્રોલને અટકાવી દેવાઈ
અમારા મલ્ટીસાઈગ વોલેટ્સ પૈકી એકમાં સુરક્ષા સંબંધિત ઉલ્લંઘન થયું હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું હતું. અમારી ટીમ સક્રિયપણે આ ઘટના અંગે તપાસ કરી રહી છે. Wazirx દ્વારા તેના પ્લેટફોર્મ પર તમામ ડિપોઝીટ અને વિડ્રોલને અટકાવી દીધા છે. Cyvers તરફથી જણાવાયું છે કે WazirX થી ફંડ જે એડ્રેસ પર મોકલવામાં વેલ છે તેને અગાઉથી જ PEPE, GALA અન USDT ટોકન્સે Etherમા તબદિલ કરવામાં આવેલ છે. તેણે એક સ્ક્રીનશોર્ટ શેર કર્યો છે, જેમાં માલુમ થાય છે કે ટ્રાન્ઝેક્શનમાં એક મોટી રકમને ટ્રાન્સફર કરવામાં આવી છે.
આ પણ વાંચો –Toll Plaza :FASTag ન ધરાવતા વાહનો પાસેથી વસૂલશે આટલો ટોલ ટેક્સ
આ પણ વાંચો –Adani Group :વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ જોઈને અમેરિકાના રાજદૂત ચોંકીગયા!
આ પણ વાંચો –SHARE MARKET: શેરબજારમાં તેજી સાથે બંધ,સેન્સેક્સમાં 626 પોઈન્ટનો ઉછાળો