Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ડોલર સામે રૂપિયો ફરી તૂટયો, રૂપિયો સર્વકાલીન નીચલી સપાટીએ

08:15 AM Apr 23, 2023 | Vipul Pandya

ભારતીય લોકો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. બુધવારે તે 18 પૈસા નબળો પડીને 79.03ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો. થોડા ઘટાડા સાથે  તે 78.86 થી 79.05 સુધી પહોંચ્યો હતો. મંગળવારે તે 48 પૈસા નબળો પડીને 78.85ના સર્વકાલીન નીચેની સપાટીએ બંધ થયો હતો.

આ વર્ષે 6.39 ટકાનો ઘટાડો થયો
આ મહિને ડોલર સામે રૂપિયામાં 1.97 ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં 6.39 ટકાનો ઘટાડો થયો છે. રૂપિયાના ઘટવાનું મુખ્ય કારણ સ્થાનિક બજારમાંથી વિદેશી રોકાણકારોની મૂડીની નિકાસ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો છે.
રૂપિયાના ઘટાડાને કારણે આયાતકારોને નુકસાન થશે, જ્યારે નિકાસકારોને ફાયદો થશે. કોઈપણ વસ્તુની આયાત કરવા પર  ડોલરમાં વધુ રૂપિયા ચૂકવવા પડે છે. નિકાસમાં ડોલરના હિસાબે વેપારીઓને વધુ રૂપિયા મળશે. વિશ્લેષકો કહે છે કે આરબીઆઈએ રૂપિયાના ઘટાડાને હેન્ડલ કરવાની રીતમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે.  કારણ કે અત્યાર સુધીના તેના અભિગમે રૂપિયાના ઘટાડાને વેગ આપ્યો છે.
આરબીઆઈ પાસે $590 બિલિયનનું વિદેશી મુદ્રા ભંડાર છે. આથી તે રૂપિયાની નબળાઈને રોકવામાં સક્ષમ છે. પરંતુ તે આક્રમક રીતે કરી શકતો નથી. ડોલર સામે રૂપિયો 81 સુધી જઈ શકે છે.