+

IndiGo ફ્લાઈટમાં પણ ટ્રેન જેવી હાલત, પેસેન્જરને ઉભા-ઉભા કરવી પડી મુસાફરી…!

સામાન્ય રીતે ખરાબ હવામાન અથવા ટેકનિકલ ખામીને કારણે હવાઈ મુસાફરી રદ કરવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ફ્લાઈટમાં બુકિંગ ભરાઈ ગયું છે તેથી તેને રદ કરવામાં…

સામાન્ય રીતે ખરાબ હવામાન અથવા ટેકનિકલ ખામીને કારણે હવાઈ મુસાફરી રદ કરવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ફ્લાઈટમાં બુકિંગ ભરાઈ ગયું છે તેથી તેને રદ કરવામાં આવી છે. વાસ્તવમાં ઈન્ડિગો (IndiGo) એરલાઈન્સની ફ્લાઈટમાં કંઈક આવું જ થયું. મંગળવારે, એક વ્યક્તિને એરલાઇનની ફ્લાઈટમાં સીટ ન મળી અને તેને પ્લેનની પાછળ ઉભા રહેવાની ફરજ પડી. પ્લેન ટેકઓફ થવાનું હતું તે પહેલા જ એક ક્રૂ મેમ્બરે આ પેસેન્જરને જોયો. ક્રૂએ પાયલોટને આની જાણ કરી અને બાદમાં પ્લેનને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પરત મોકલવામાં આવ્યું.

જાણો શું છે સમગ્ર મામલો?

આ ઘટના અંગે ઈન્ડિગો (IndiGo) એરલાઈન્સના અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈથી વારાણસી જતી ફ્લાઈટ 6E-6543 માં સ્ટેન્ડબાય પેસેન્જરને પ્રી-બુક કરાયેલી ટિકિટ આપવામાં આવી હતી. જો કે, આ વાત પ્રવાસ પહેલા જ જાણી લેવામાં આવી હતી અને ફ્લાઈટને શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પરત કરવામાં આવી હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે એરલાઈને તેની ઓપરેશનલ પ્રક્રિયાઓને મજબૂત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા છે. પેસેન્જરોને પડેલી અસુવિધા બદલ કંપની પણ દિલગીર છે.

શા માટે એરલાઇન્સ ઓવરબુક કરે છે?

તમને જણાવી દઈએ કે ઘણી વખત એવું બને છે કે એરલાઈન્સ ખાલી સીટો સાથે ઉડાન ટાળવા માટે ઓવરબુકિંગ કરે છે. આ કારણે જો કોઈ મુસાફર છેલ્લી ઘડીએ ટિકિટ કેન્સલ કરે તો કંપનીને કોઈ નુકસાન થતું નથી.

કંપનીને દંડ ભરવો પડી શકે છે…

એવિએશન રેગ્યુલેટર ડીજીસીએના જણાવ્યા અનુસાર, જો એરલાઈન્સ માન્ય ટિકિટ પર બોર્ડિંગની મંજૂરી ન આપે તો તેના પર દંડ લાદવાની જોગવાઈ છે. 2016 ના નોટિફિકેશન મુજબ, જો નિર્ધારિત સમયના 1 કલાકની અંદર વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવે તો એરલાઇન મુસાફરોને વળતર આપવા માટે બંધાયેલી નથી.

આ પણ વાંચો : Cryptocurrency: Bitcoin71000 ડોલરને પાર,જાણો ઉછાળાનું કારણ

આ પણ વાંચો : GOLD PRICE HIKE : સોના અને ચાંદીના ભાવમાં ધરખમ વધારો, ભવિષ્યમાં હજુ પણ ભાવ વધવાની સંભાવના

આ પણ વાંચો : EPFO એ બદલ્યા નિયમો, હવે PF ખાતાધારકના મૃત્યુ પર નોમિનીને સરળતાથી મળશે પૈસા!

Whatsapp share
facebook twitter