કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ તેના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં 4 ટકાનો વધારો કરી શકે છે . ગુરુવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે. અહેવાલો અનુસાર આ બેઠકમાં DA વધારવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે DA અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) 46 ટકા નક્કી કરવામાં આવી છે. જો તેમાં વધુ 4 ટકાનો વધારો કરવામાં આવે તો DA-DR 50 ટકા સુધી પહોંચી જશે. 7મા પગાર પંચની ભલામણો અનુસાર, જો DA 50 ટકા થઈ જાય છે, તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળતું ઘર ભાડું ભથ્થું, બાળકો માટે શિક્ષણ ભથ્થું, પરિવહન ભથ્થું વગેરેમાં પણ વધારો થશે, જે તેમના પગારમાં વધુ વધારો કરશે.
1 જાન્યુઆરી, 2024 થી લાગુ ગણવામાં આવશે…
જો DA -DR માં વધારો થશે, તો તે 1 જાન્યુઆરી, 2024 થી લાગુ થશે, જેના પરિણામે સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને પણ અગાઉના મહિનાનું એરિયર્સ મળશે. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની ગણતરી ઔદ્યોગિક કામદારો માટેના લેટેસ્ટ કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI-IW)ના આધારે કરવામાં આવે છે.
DA-DR દર વર્ષે બે વાર વધે છે…
કેન્દ્ર સરકાર સામાન્ય રીતે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં ફેરફાર કરે છે. જાન્યુઆરી અને જુલાઈમાં સરકાર દ્વારા DA-DR માં વધારો કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે છેલ્લે 18 ઓક્ટોબર, 2023ના રોજ DA માં વધારાની જાહેરાત કરી હતી, જે 1 જુલાઈ, 2023થી લાગુ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Arvind Kejriwal : કોર્ટે અરવિંદ કેજરીવાલને મોકલ્યું વધુ એક સમન્સ, કહ્યું આ તારીખે થાઓ હાજર…
આ પણ વાંચો : PM એ કાશ્મીર પહોંચતા જ શંકરાચાર્ય હિલને સલામ કરી, લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ