+

ગુજરાતીઓના લોહીમાં છે વ્યાપાર, જાણો PM મોદીએ આવું કેમ કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​દિલ્હીમાં સશક્ત મહિલા અને વિકસિત ભારત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કાર્યક્રમમાં મહિલાઓને પણ સંબોધિત કરી હતી. આ દરમિયાન તેણે મહિલાઓને 1 હજાર ડ્રોન…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​દિલ્હીમાં સશક્ત મહિલા અને વિકસિત ભારત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કાર્યક્રમમાં મહિલાઓને પણ સંબોધિત કરી હતી. આ દરમિયાન તેણે મહિલાઓને 1 હજાર ડ્રોન આપ્યા.તેમણે કહ્યું કે જ્યારે પણ મેં મહિલા સશક્તિકરણની વાત કરી ત્યારે કોંગ્રેસે મારી મજાક ઉડાવી અને મારું અપમાન પણ કર્યું. મારી સરકારની યોજનાઓ જમીની અનુભવોના પરિણામો પર આધારિત છે. આજે અમે આ દીદીઓના ખાતામાં 10 હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.

કોઈપણ દેશ કે સમાજ મહિલા શક્તિનું ગૌરવ વધારીને અને તેમના માટે નવી તકો ઊભી કરીને જ આગળ વધી શકે છે – વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં મહિલા શક્તિ વિશે વાત કરતાં કહ્યું હતું કે, “કોઈપણ દેશ કે સમાજ મહિલા શક્તિનું ગૌરવ વધારીને અને તેમના માટે નવી તકો ઊભી કરીને જ આગળ વધી શકે છે. તમે તમામ મહિલાઓનું જીવન, તમારી મુશ્કેલીઓ, દેશની અગાઉની સરકારો માટે ક્યારેય પ્રાથમિકતા ન હતી.” તેઓએ તમને તમારા ભાગ્ય પર છોડી દીધા છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, હું માનું છું કે ‘નારી શક્તિ’ આ 21મી સદીમાં ભારતની તકનીકી ક્રાંતિનું નેતૃત્વ કરી શકે છે. આજે આપણે આઈટી સેક્ટર, સ્પેસ સેક્ટર અને સાયન્સ સેક્ટરમાં જોઈએ છીએ કે કેવી રીતે ભારતીય મહિલાઓ પોતાનું નામ બનાવી રહી છે. મહિલા કોમર્શિયલ પાઈલટની સંખ્યામાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. આકાશમાં ઉડાન હોય કે કૃષિ માટે ડ્રોન હોય, ભારતની દીકરી કોઈથી પાછળ નથી… ‘નમો ડ્રોન દીદી’ યોજના આ કૌશલ્યો શીખતી મહિલાઓ માટે ઘણી તકો ખોલશે. સ્વ-નિર્ભર જૂથ (SHG) માં સામેલ મહિલાઓની સખત મહેનતે SHGને રાષ્ટ્ર નિર્માણમાં મુખ્ય જૂથોમાંનું એક બનાવ્યું છે.”

જ્યારે PM મોદીએ કહ્યું, ગુજરાતીઓના લોહીમાં છે વ્યાપાર 

દિલ્હીમાં યોજાયેલ સશક્ત મહિલા અને વિકસિત ભારત કાર્યક્રમમાં ગુજરાતના અમરેલીની મહિલાએ સ્વ-નિર્ભર જૂથ (SHG) અંગેની પોતાની પ્રેરણાદાઈ વાર્તા વડાપ્રધાન સામે રજૂ કરી હતી. અમરેલીની આ મહિલાની વાત સાંભડી તેના જવાબમાં કહ્યું હતું કે, “તમે તો ગુજરાતી છો અને તમારા તો લોહીમાં જ વ્યાપાર છે.” વડાપ્રધાન મોદીનો આ સંવાદ હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો – PM મોદીએ દ્વારકા એક્સપ્રેસ વેનું કર્યું ઉદઘાટન, કહ્યું- એક સમય હતો જ્યારે લોકો સાંજ પછી અહીં આવવાનું ટાળતા હતા…

આ પણ વાંચો – Russia Ukraine પર પરમાણુ હુમલો કરવા જઈ રહ્યું હતું, PM મોદીના હસ્તક્ષેપ બાદ મામલો શાંત થયો…

આ પણ વાંચો – PM નરેન્દ્ર મોદીની આઝમગઢને ભેટ, અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું…

Whatsapp share
facebook twitter