Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Stock Market : શેર બજારમાં સતત બીજા દિવસે ઘટાડો, સેન્સેક્સ 220 પોઈન્ટ તૂટયો

04:24 PM May 28, 2024 | Hiren Dave

Stock Market : ભારતીય શેર બજાર શાનદાર તેજી સાથે શરૂ થયા બાદ લાલ નિશાનમાં બંધ થયું હતું. સેન્સેક્સ 220  પોઇન્ટના ઘટાડા સાથે 75,128 અંક પર રહ્યો જ્યારે નિફ્ટી 22,867 અંક પર 44  ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. . સેન્સેક્સ-નિફ્ટી સારા ઉછાળા સાથે લીલા નિશાન પર ખુલ્યા હતા પરંતુ મર્યાદિત રેન્જમાં ટ્રેડિંગ બાદ બજારો નબળા પડ્યા હતા. બપોરના ટ્રેડિંગ દરમિયાન બજારો ઈન્ટ્રાડે હાઈથી નીચે સરકી ગયા હતા. ફાર્મા સિવાય તમામ સૂચકાંકો લાલ નિશાનમાં હતા. ઇન્ડિયા VIX 5 ટકાથી વધુ ઉછળ્યો હતો. સવારે સેન્સેક્સ 195 પોઈન્ટ વધીને 75,585 પર ખુલ્યો હતો. નિફ્ટી 44  પોઈન્ટ વધીને 22,977 પર અને બેન્ક નિફ્ટી 109 પોઈન્ટ વધીને 49,390 પર ખુલ્યો હતો.

 

તેજી સાથે શરૂ થયુ હતું માર્કેટ 

મહત્વનું છે કે  ભારતીય શેરબજારે મંગળવારે દિવસની શરૂઆત ઉછાળા સાથે કરી હતી. BSE સેન્સેક્સ 194.90 પોઈન્ટના વધારા સાથે 75,585 ના સ્તર પર ખુલ્યો. બીજી તરફ NSEનો નિફ્ટી પણ 44.70 પોઈન્ટના ઉછાળા સાથે 22,977ના સ્તરે ખુલ્યો હતો.

 

આ શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો

નિફ્ટી પેક શેર્સમાં, પ્રારંભિક વેપારમાં સૌથી મોટો વધારો ડિવિસ લેબમાં 2.90 ટકા, હિન્દાલ્કોમાં 2.06 ટકા, ડૉ. રેડ્ડીઝમાં 1.72 ટકા, HDFC લાઇફમાં 1.36 ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં 1.08 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સિવાય અદાણી પોર્ટ્સમાં 1.29 ટકા, ટેક મહિન્દ્રામાં 1.09 ટકા, બજાજ-ઓટોમાં 0.57 ટકા, ITCમાં 0.46 ટકા અને આઇશર મોટર્સમાં 0.46 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ક્ષેત્રીય સૂચકાંકોની સ્થિતિ

ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો સૌથી મોટો ઘટાડો નિફ્ટી રિયલ્ટીમાં 1.41 ટકા નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં 0.21 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.26 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેન્કમાં 0.08 ટકા, નિફ્ટી પીએસયુ બેન્કમાં 0.59 ટકા, નિફ્ટી મીડિયામાં 0.06 ટકા, નિફ્ટી આઈટીમાં 0.31 ટકા, નિફ્ટી બેન્કમાં 0.04 ટકા. , નિફ્ટી ઓટોમાં 0.28 ટકા અને નિફ્ટી એફએમસીજીમાં 0.01 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.09 ટકા, નિફ્ટી મેટલમાં 0.39 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.75 ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સમાં 0.62 ટકા અને નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 0.45 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

 

આ પણ  વાંચો  – Stock Market Closing : શેરબજાર તેજી બાદ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ

આ પણ  વાંચો  SBI એ ગ્રાહકો માટે ચેતવણી કરી જાહેર, SMS થી છેતરપિંડીનું ચાલી રહ્યું કૌભાંડ

આ પણ  વાંચો  – Gold Silver Price : તેજી બાદ ચાંદીમાં કડાકો,જાણો સોનામાં કેટલો ભાવ ઘટ્યો