+

Money Rules Changing: 1 મેથી બદલાઇ જશે પૈસા સંબંધિત આ નિયમો

Money Rules Changing: એપ્રિલ મહિનો થોડા દિવસોમાં પૂરો થશે. મે મહિનાની શરૂઆત સાથે ઘણા નિયમોમાં ફેરફાર થશે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. પહેલી મેથી એલપીજી સિલિન્ડરની કિંમત…
Money Rules Changing: એપ્રિલ મહિનો થોડા દિવસોમાં પૂરો થશે. મે મહિનાની શરૂઆત સાથે ઘણા નિયમોમાં ફેરફાર થશે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. પહેલી મેથી એલપીજી સિલિન્ડરની કિંમત અને ICICI બેંકના સેવિંગ એકાઉન્ટ સાથે સંબંધિત ચાર્જિસમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.

યસ બેંકના બચત ખાતાના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે

યસ બેંકની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર સેવિંગ્સ એકાઉન્ટના વિવિધ વેરિઅન્ટના ન્યૂનતમ એવરેજ બેલેન્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે યસ બેંક પ્રો મેક્સમાં મિનિમમ એવરેજ બેલેન્સ 50,000 રૂપિયા થઈ ગયું છે. મહત્તમ ચાર્જ 1000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે સેવિંગ એકાઉન્ટ પ્રો પ્લસ યસ રિસ્પેક્ટ એસએ અને યસ એસેન્સ એસએમાં, મિનિમમ એવરેજ બેલેન્સ (MAB) મર્યાદા હવે 25,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ એકાઉન્ટ માટે મહત્તમ ચાર્જ 750 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. બેંકના ખાતા PROમાં લઘુત્તમ બેલેન્સ 10,000 રૂપિયા છે. આમાં મહત્તમ ફી હવે 750 રૂપિયા થઈ ગઈ છે.

ICICI બેંકના નિયમો બદલાયા

ICICI બેંકે તેના બચત ખાતા સાથે સંબંધિત સર્વિસ ચાર્જના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ડેબિટ કાર્ડ માટે ગ્રાહકોએ ગ્રામીણ વિસ્તારોમાં 99 રૂપિયા અને શહેરી વિસ્તારોમાં 200 રૂપિયા વાર્ષિક ફી ચૂકવવી પડશે. હવે તમારે બેંકની 25 પેજની ચેકબુક માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. આ પછી તમારે 4 રૂપિયા પ્રતિ પેજની ફી ચૂકવવી પડશે. હવે IMPSની ટ્રાન્ઝેક્શનની રકમ પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 2.50 થી રૂ. 15 વચ્ચે નક્કી કરવામાં આવી છે.

HDFC બેંકે વિશેષ FD સ્કીમની સમયમર્યાદા લંબાવી

HDFC બેંક, દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંકે વરિષ્ઠ નાગરિકોને ઓફર કરવામાં આવતી વિશેષ FD યોજના એટલે કે HDFC બેંક સિનિયર સિટીઝન કેર FD માટેની અંતિમ તારીખ 10 મે સુધી લંબાવી છે. આ યોજના હેઠળ, બેંક વરિષ્ઠ નાગરિકોને 0.75 ટકા વધુ વ્યાજ દર ઓફર કરે છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને 5 થી 10 વર્ષ માટે FD સ્કીમ પર 7.75 ટકા વ્યાજ દરનો લાભ મળી રહ્યો છે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો 5 કરોડ રૂપિયા સુધી જમા કરાવી શકે છે.

આ  પણ  વાંચો Indian Jewelry Exports : વિદેશોમાં ભારતીય જ્વેલરીની માગ ઘટી, સામે આવ્યાં ચોંકાવનારા આંકડા

આ  પણ  વાંચો Gold Rates: એક તોલા સોનાની કિંમત 1.68 લાખ સુધી પહોંચશે, ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે મોટી આગાહી

આ  પણ  વાંચો Share Market : 4 દિવસના ઘટાડા બાદ શેરબજારમાં તેજી,Nifty 22000 ને પાર

 

Whatsapp share
facebook twitter