Stock Market : ભારતીય શેર બજાર ( Stock Market ) આજે ઘટાડા સાથે ક્લોઝ થયુ છે. ભારતીય શેરબજાર આજે નીચા સ્તરે રહ્યો છે. મંગળવાર શેરબજાર માટે શુભ સાબિત થયો નથી અને સેન્સેક્સ-નિફ્ટી મહત્વના સ્તરની નીચે બંધ થયા છે.
શેરબજાર કયા સ્તરે બંધ થયું?
BSE સેન્સેક્સ 736.37 પોઈન્ટ્સ એટલે કે 1.01 ટકાના ઘટાડા સાથે 72,012.05 પર અને NSE નિફ્ટી 238.25 પોઈન્ટ્સ એટલે કે 1.08 ટકાના ઘટાડા સાથે 21,817.45 પર બંધ થયો હતો.
સેન્સેક્સના શેરની શું હાલત છે?
સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 7 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 23 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સૌથી વધુ વધતા શેરોમાં બજાજ ફાઇનાન્સ 1.38 ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક 0.57 ટકા વધીને બંધ થયા છે.
રોકાણકારોને ₹4.85 લાખ કરોડનું નુકસાન થયું છે
BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આજે 19 માર્ચે ઘટીને રૂ. 373.94 લાખ કરોડ થઈ હતી, જે તેના અગાઉના ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવાર, 18 માર્ચે રૂ. 378.79 લાખ કરોડ હતી. આ રીતે, BSE માં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ રૂ. 4.85 લાખ કરોડનો ઘટાડો થયો છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 4.85 લાખ કરોડનો ઘટાડો થયો છે.
સેન્સેક્સના 5 સૌથી વધુ વધતા શેર
BSE સેન્સેક્સના 30 માંથી માત્ર 6 શેર આજે તેજી સાથે બંધ થયા હતા. આમાં પણ બજાજ ફાઇનાન્સના (Bajaj Finance)શેરમાં સૌથી વધુ 1.20%નો વધારો થયો હતો. આ પછી, કોટક મહિન્દ્રા બેંક(Kotak Mahindra Bank)એચડીએફસી બેંક (HDFC Bank) બજાજ ફિનસર્વ (Bajaj Finserv) અને ટાઇટનના(Titan) શેરમાં સૌથી વધુ વધારો થયો હતો અને તે 0.01% થી 0.57% ના વધારા સાથે બંધ થયો હતો.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર આજે ઉછાળા સાથે બંધ થતા શેરોની સંખ્યા વધુ હતી. એક્સચેન્જમાં આજે કુલ 3,928 શેરનું ટ્રેડિંગ થયું હતું. તેમાંથી 1,246 શેર ઉછાળા સાથે બંધ થયા હતા. 2,571 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 111 શેર કોઈ પણ હલચલ વગર ફ્લેટ બંધ થયા હતા. આ સિવાય આજે ટ્રેડિંગ દરમિયાન 95 શેર તેમની 52 સપ્તાહની નવી ટોચે પહોંચ્યા હતા. જ્યારે 66 શેર તેમની 52 સપ્તાહની નવી નીચી સપાટીએ પહોંચ્યા હતા.
સેન્સેક્સના 5 સૌથી વધુ ઘટી રહેલા શેર
જ્યારે સેન્સેક્સના બાકીના 24 શેર ઘટાડા સાથે બંધ થયા હતા. આમાં પણ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના શેર 4.18 ટકાના ઘટાડા સાથે ટોપ લૂઝર હતા. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક, વિપ્રો, નેસ્લે ઈન્ડિયા અને નેસ્લે ઈન્ડિયાના શેર 2.82% થી 3.23% ના ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા.
આ પણ વાંચો – Stock Market Crash : સ્મોલકેપ-મિડકેપ શેરમાં રોકાણકારોના આટલા કરોડ ધોવાયા
આ પણ વાંચો – Rama Steel Tubes: 71 પૈસાથી 40 રૂપિયા પાર પહોંચી ગયો આ મલ્ટીબેગર,આ કંપની આપે છે 2 બોનસ શેર
આ પણ વાંચો – Gold Rate : સોનાના ભાવમાં તેજી,જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો