Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

DA Hike : કેન્દ્રીય કર્મચારીઓને હોળી પહેલા મળશે ભેટ, જાણો કેટલો વધશે પગાર

06:32 PM Feb 24, 2024 | Hiren Dave

DA Hike: દેશના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓને હોળી પહેલા સરકાર મોટી ગિફ્ટ આપી શકે છે. કેન્દ્ર સરકાર હોળી પહેલા કેન્દ્રના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા જઈ રહી છે. આ વધારો 4 ટકાનો હોઈ શકે છે. આ વધારા બાદ મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 50 ટકાથી વધારે હોઈ શકે છે. કેન્દ્ર સરકાર ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સને માટે મોંઘવારી ભથ્થું સીપીઆઈ ડેટાના આધારે નક્કી થાય છે. હાલના સમયમાં સીપીઆઈ ડેટા 12 મહિનાના સરેરાશ 392.83 પર છે. તેને આધારે ડીએ મૂળ વેતનના 50.26 ટકા થશે. શ્રમ મંત્રાલયના શ્રમ બ્યુરો વિભાગ દર મહિને સીપીઆઈ-આઈડબલ્યૂ ડેટા પબ્લિશ કરે છે.

ડીએ 4 ટકા વધીને 46 ટકા કરવામાં આવ્યું

ડીએ કર્મચારીઓ માટે અને ડીઆર પેન્શનર્સ માટે હોય છે. દર વર્ષે ડીએ, ડીઆર જાન્યુઆરી અને જુલાઈ એમ 2 વાર વધે છે. છેલ્લો વધારો ઓક્ટોબર 2023માં કરવામાં આવ્યો હતો. તે સમયે ડીએ 4 ટકા વધીને 46 ટકા કરવામાં આવ્યું હતું. મોંઘવારીના હાલના આંકડાના આધારે નવા ડીએમાં 4 ટકા વધારાની શક્યતા છે. માર્ચના મહિનામાં ડીએમાં વધારાની જાહેરાત થાય છે તો તેને જાન્યુઆરીથી લાગૂ કરાશે. આ માટે કર્મચારીઓ અને પેન્શનર્સને ગયા મહિનાનું બાકી એલાઉન્સ પણ મળશે.

કેટલી વધી જશે સેલેરી

જો મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહતમાં 4 ટકાનો વધારો થાય છે તો કર્મચારીઓ અને પેન્શનર્સની સેલેરીમાં કેટલો વધારો થાય છે તેને સમજવાની કોશિશ કરીએ. જો કોઈ કેન્દ્રીય કર્મચારીની બેઝિક સેલેરી મહિને 53,500 રૂપિયા છે તો એમાં 46 ટકાના આધારે હાલના સમયમાં મોંઘવારી ભથ્થુ 24,610 રૂપિયા થશે. જો ડીએ 50 ટકા સુધી થાય તો આ રકમ વધીને 26750 રૂપિયા થશે. તેનો અર્થ એ છે કે કર્મચારીની સેલેરીમાં 26,750- 24,610 = 2,140 રૂપિયા પ્રતિ મહિને વધારો થશે.

કેન્દ્ર સરકારના પેન્શનર્સને દર મહિને 41100 રૂપિયાનું બેઝિક પેન્શન મળે છે. 46 ટકા ડીઆર પર પેન્શન મેળવનારાને 18906 રૂપિયા મળે છે. જો તેમનું ડીઆર 50 ટકા વધે છે તો તેમને મોંઘવારીથી રાહતના રૂપમાં દર મહિને 20550 રૂપિયા મળશે. એવામાં જો જલ્દી ડીએમાં 4 ટકાનો વધારો થાય છે તો તેમનું પેન્શન 1644 રૂપિયા પ્રતિ મહિનો વધી જશે.

આ  પણ  વાંચો RECORD : પહેલીવાર 2 લાખ કરોડ રુપિયાની પાર પહોંચી Jio Fin ની માર્કેટ કેપ